સુરેન્દ્રનગરમાં સત્તાવાર પાસપોર્ટ કેન્દ્ર પણ બનાવાયું સુરેન્દ્રનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મા  અમૃતમ વાત્સલ્ય યોજના નો લાભ લેવા સુરેન્દ્રનગર વાસીઓ ને અમદાવાદ અથવા અન્ય શહેર મા પોતાનો ઈલાજ કરવા જવું પડતું હતું અનેક રાજ્ય સરકાર ને રજૂઆત અને સુરેન્દ્રનગર વાસીઓ ને હાલાકી ન વેઠવી પડે તે માટે સુરેન્દ્રનગર જીલ્લા ની મેડિકો હોસ્પિટલ ને રાજ્ય સરકાર ની મા અમૃતમ વાત્સલ્ય યોજના મા સમાવી લેવા મા આવી  તેના કારણે સુરેન્દ્રનગર વાસીઓ ના અનેક રોગો નું નિદાન (કે જેની વાર્ષિક આવક ૨.૫ લાખ કરતાં ઓછી હોય અથવા ગરીબી રેખાની નીચે જીવતા લોકો) માટે ફ્રી મા રોગો ની ઈલાજ થઈ શકશે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લા ને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર પાસપોર્ટ કેન્દ્ર બનાવાયું સુરેન્દ્રનગર જીલ્લા માં હાલ સુધી પાસપોર્ટ માટે કે વિઝા માટે અમદાવાદ અથવા રાજકોટ માટે જવું પડતું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે સુરેન્દ્રનગર જીલ્લા મા પાસપોર્ટ કેન્દ્ર હાલ બનવા મા આવશે જેના કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના લોકો ને બહાર પાસપોર્ટ વિઝા મેળવવા નહિ જવું પડે અને સુરેન્દ્રનગર માંજ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.