સરકારે આયુષ્માન ભારત યોજનામાં અપાતી રકમ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો ગેપ પૂરવા પ્રયાસ કર્યો : વંચિત દર્દીઓને રૂા. ૧૫ લાખ સુધીની સહાય રાષ્ટ્રીય આરોગ્ય નીધીમાંથી અપાશે
જરૂરીયાતમંદોને સ્વાસ્થ્ય સારવાર મળી રહે તેવા હેતુી સરકાર દ્વારા આયુષમાન ભારત સહિતની યોજનાઓ અમલમાં મુકાઈ છે. આ યોજનાઓ હેઠળ ગરીબોને મફતમાં અત્યાધુનિક સારવારનો લાભ મળતો હોય છે. જો કે, ગુજરાત સહિતના રાજ્યોમાં ખાનગી હોસ્પિટલો યેનકેન પ્રકારે આ યોજનાઓ હેઠળના લાભ આપવાનો નનૈયો ભણતી હોય છે. કેટલીક વખત હોસ્પિટલોને યોજનાઓના અનુસંધાને સરકાર તરફી સમયસર પુરતું ભંડોળ ન મળતું હોવાના કારણ પણ સ્વાસ્થ્ય યોજનાઓ તરફ ખાનગી હોસ્પિટલોની નીરસ્તા રહે છે. આવી સ્થિતિએ હેલ્ વીમા યોજના હેઠળનું ફંડ અને સારવાર પાછળ ખર્ચ તેથી રકમ વચ્ચેનો ગેપ પુરવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે.
જરૂરીયાતમંદ દર્દીઓને હવે આયુષમાન ભારત યોજનાની સો રાષ્ટ્રીય આરોગ્યનિધિનો લાભ પણ મળશે. જો આયુષમાન ભારત યોજના હેઠળ સારવારની યાદીમાં દર્દીની બીમારીનો સમાવેશ નહીં તો હોય તો તેને રાષ્ટ્રીય આરોગ્યનિધિમાંથી ભંડોળ ફાળવીને સારવાર આપવામાં આવશે. ઘણી બીમારીઓ એવી છે જેનો સમાવેશ આયુષમાન ભારત યોજનામાં તો નથી. રાષ્ટ્રીય આરોગ્યનિધિ હેઠળ દર્દીને ૧૫ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ ભંડોળ કી ગરીબ દર્દીઓ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકશે અને હોસ્પિટલો ભંડોળનું બહાનું કાઢી શકશે નહીં.
સરકારના નિર્ણયના કારણે હવે ગરીબ દર્દીઓને કિડની, લીવર, એનીમીયા, કેન્સર, ટ્રાન્સપ્લાન્ટ સહિતની આરોગ્ય સુવિધા સરળતાી મળશે. એક રીતે આયુષમાન ભારત યોજનામાં જે ખામી રહી ગઈ હતી તે ખામીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આરોગ્યનિધિ દ્વારા પુરવાનો પ્રયાસ કર્યો છે. સરકારના આ પ્રયાસના કારણે ગરીબ દર્દીઓને અનેકગણી રાહત મળશે. આયુષમાન ભારત યોજના હેઠળ ઘણી બીમારીઓનો સમાવેશ કરાયો ની. એનેમીયા, કિડની, લીવરને લગતી અનેક બીમારીના ઈલાજ આયુષમાન ભારત યોજનામાં તાં ની તેવા આક્ષેપો થાય છે. આવી સ્થિતિમાં સરકારને આયુષમાન ભારત યોજનામાંથી બાકાત રહેલી બીમારીઓને સમાવી લેવા રજૂઆતો થઈ હતી. દરમિયાન કેટલીક હોસ્પિટલો ભંડોળના પ્રશ્ર્ને પણ સારવાર ન આપતી હોવાની ફરિયાદ સરકારને મળી હતી. જેથી સરકારે હવે ભંડોળનો પ્રશ્ર્ન દૂર થાય તેવા હેતુી રાષ્ટ્રિય આરોગ્યનિધિમાંથી રકમ ફાળવવાનું નક્કી કર્યું છે. જેની સાથે આયુષમાન ભારતમાં બાકાત રહેલી યોજનાઓ માટે પણ સરકારી સહાય લોકોને મળશે. ગુજરાત સહિતના રાજ્યોમાં સરકારની આરોગ્ય યોજનાઓની અમલવારીમાં ખાનગી હોસ્પિટલો સારવાર આપવામાં નનૈયો ભણતી હોય છે. ખાનગી હોસ્પિટલોના આ કચવાટ પાછળ સરકાર દ્વારા સમયસર પૂરતું ભંડોળ ન આપવાની નીતિ પણ જવાબદાર છે. પરિણામે ગરીબ દર્દીઓને યોગ્ય સમયે અત્યાધુનિક સારવાર મળતી નથી. આવા સંજોગોમાં સરકારની આયુષ્માન ભારત યોજનાની સાથોસાથ અન્ય યોજનાઓની અમલવારી પણ સરળતાથી થાય તે જરૂરી છે. સરકારે હવે રાષ્ટ્રીય આરોગ્ય નીધિમાંથી રૂા. ૧૫ લાખ સુીધીની સહાય ગરીબ દર્દીઓને ફાળવવાનું નક્કી કર્યું છે.