હરરોજ વધતા જતા કોરોનાનાં કેસોથી રાજકોટની સિવીલ હોસ્પિટલ હવે કોઇપણ દિવસના ઉભરાઇ શકે તેવા સંકેતો છે. તો સરકારની કેન્સર હોસ્પિટલમાં અને કોવિડ કેર સેન્ટર એવી સમરસ હોસ્ટેલમાં બેડ વધતાની સાજે જ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સંજોગોમાં વહીવટી તંત્રએ ખાનગી હોસ્પિટલોમાંપણ બેડની સંખ્યા વધારવા નજર દોડાવી પડી છે.
રાજકોટ સિવીલ હોસ્5િટલમાં આજરોજ સવારની સ્થિતિએ 450 જેટલા દર્દીઓ દાખલ હતા જુના બિલ્ડીંગ વોર્ડ નં. 7, 10 અને 11 શરૂ કરતા જેવા જયા મેઇન બીલ્ડીંગમાંથી ગંભીર ન હોય હોય તેવા દર્દીઓને જુના વોર્ડમાં ખસેડવાનું કામ ચાલુ થઇ ગયું છે. કારણ કે તો જ મુખ્ય બીલ્ડીંગમાં ગંભીર દર્દીઓનો સમાવેશ કરી શકાય તેમ છે. સીવીલના સાઇકિયાટી વિભાગમાં પણ હવે કોવિડ પેશન્ટોની સારવાર શરુ કરી દેવી પડશે કારણ કે કોવિડ વોર્ડનું બિલ્ડીંગ આવતા અઠવાડીયામાં ગમે ત્યારે ફૂલ થઇ જાય તેમ છે. એમ સીવીલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જો કે, આ વિષે વાત કરતાં કલેકટરે જણાવ્યું હતું કે, સિવીલ હોસ્પિટલ ફુલ થઇ નથી જુના વોર્ડમાં કોવિડ ટ્રીટમેન્ટ અગા. પણ અપાતી જ હતી. બેડનો કોઇ પ્રશ્ર્ન નહી થાય. ખાનગી કોવિ- નોન કોવિડ, હોસ્5િટલોમાં પણ કોવિડ ટ્રીટમેન્ટ શરુ કરાવાશે. પરંતુ એની આર.આર.ટી. ની સલાહ સુચન પ્રમાણે થશે. શહેરની એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં 18 બેડ વધારવામા આવ્યા છે તો મંગળવારથી અન્ય બે શરૂ થનારી છે.
આ દરમિયાન સિવીલના બિલ્ડીંગમાં અત્યાર સુધી ચાલતા રહેલા રસીકરણ કેન્દ્રનું તા.પને સોમવારથી મેડીકલ કોલેજના ઓડીટોરીયમાં સ્થળાંતર કરાયું છે. આ નિર્ણય નવા બિલ્ડીંગમાં કોરોના દર્દીઓ માટે 25-30 જેવા બેડ વધારવા માટે લેવાયો છે.
સિવી હોસ્પિટલની લેબોરેટરીમાં રોજના 2500 સેમ્પલ આવવા લાગતા આર.ટી.પી. સી.આર. ટેસ્ટ ચારને બદલે છ બેચમાં કરાયા સાથે નાઇટ શિફટ પણ ચાલુ કરી દેવામાં આવી છે, જયારે કેટલાંક ખાનગી તબીબોનું કહેવું છે કે ગંભીર હાલતવાળા દર્દીઓ વધુ સંખ્યામાં આવવા માડે તો ખાનગી હોસ્5િટલોમાં અગાઉની જેમ વધારાના વેન્ટીલેટરની વ્યવસ્થા તંત્રએ કરાવવી પડશે.