સહયોગ હોસ્પિટલનો ૧૩માં વર્ષમાં મંગલ પ્રવેશ: હોસ્પિટલમાં ન્યુટ્રીશીયન, કાઉન્સેલીંગ, બોડી શેપિંગ, વજન ઘટાડવા સહિતની ટ્રીટમેન્ટ
રાજકોટમાં આવેલી સહયોગ હોસ્પિટલ છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે. અને ડો.દીલીપ પટેલના માર્ગદર્શન હેઠળ સહયોગ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ જયારે ૧૩માં વર્ષમાં સહયોગ હોસ્પિટલએ મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આ વર્ષે તેઓ એક નવી વેલનેસ સેન્ટરનો કનસેપ્ટ રજૂ કરી રહ્યા છે. ત્યારે તેમાં ન્યૂટ્રીશીયન, કાઉન્સેલીંગ, બોડીશેપીંગ, તથા વજન ઘટાડવા જેવી ટ્રીટમેન્ટ દર્દીઓને આપવામાં આવે છે. અબતક સાથે વાતચીતમાં લોકોને મુંઝવતા અનેક પ્રશ્ર્નોના નિર્મલાબેને નીચે મુજબના ઉતર આપ્યા છે.
પ્રશ્ન: લોકો જયારે બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં જતા હોય છે. પરતુ પહેલા તેની તકેદારી માટે શું કરવું?
જવાબ:તેના જવાબમાં વેલનેસ સેન્ટરના નિર્મલબેને જણાવ્યું હતુ કે સમય દરમિયાન થોડા થોડા સમયે લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ જેથી લોકો બીમાર ન પડે અથવા બીમારી આવતા પહેલા તેની જાણ થાય તે બીમારીને આવતી અટકાવી શકાય.
પ્રશ્ન: અહીયા વેલનેસ સેન્ટરમાં કયાં કયાં પ્રકારની સારવાર આપવામાં આવશે?
જવાબ:જેના જવાબમાં જણાવ્યું હતુ કે અમે અહીંયા ફૂલબોડી ચેકઅપ કરી આપીએ છીએ અને અમારે તથા ન્યુટ્રીશયન, કાઉન્સેલીંગ, વજન વધારવો, ઘટાડવો, અને બોડી શેપીંગની પણ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે.
પ્રશ્ન: હાલના સમયમાં ઓબેસીટીસ અને ડાયાબીટીસના પ્રમાણો વધી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ શું હશે?
જવાબ:જેના જવાબમાં નિર્મલાબેનએ જણાવ્યું હતુ કે લોકોની લાઈફ સ્ટાઈલ અને બેઠાળુ જીવનની સાથે સાથે ફાસ્ટફૂડ અને ઓછીનિંદર અથવાતો વધારે પડતી નિંદર તેનું મુખ્ય કારણ છે.
પ્રશ્ન: અત્યારે જયારે વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મહિલાઓ સૌથી વધારે ફીટનેસ માટે સજાગ હોય છે. ત્યારે તેઓનું ડાયેટ કેવા પ્રકારનું હોવું જોઈએ તેના વિશે આપ શું કહેશો?
જવાબ:મહિલાઓ અત્યારના પોતાના વજન ઘટાડા માટે સતત પ્રયત્નો કરતી હોય છે. પરંતુ જયારે ડાયેટની વાત આવે ત્યારે મહિલાઓને પુરતું જ્ઞાન નહોવાથી તેઓ પોતાની રીતે કરતા હોય છે. ત્યારે તેઓને શરીરમાં નબળાઈ આવતી હોય છે. ત્યારે તેનું મુખ્ય કારણ શરીરની રોગ પ્રતિકાર શકિત ઘટી ગઈ હોય છે. તે તેનું મુખ્ય કારણ હોય છે. અથવાતો સ્ક્રીન લચકી જાય છે.
પ્રશ્ન: અત્યારના લોકોની માન્યતા અવે છે કે ફીટનેસ એટલે જીમ તો શું વેલનેસનેતેનો બીજો પર્યાય ગણી શકાય.
જવાબ:લોકો પોતાની ફીટનેસ માટે જાગૃત હોય છે. ત્યારે જીમ પણ ખૂબજ સારૂ છે કેમકે જીમમાં કસરત કરવાથી બોડી શેપ અથવાતો પોતાના શરીરની એમેનીટીસને વધારી શકાય છે. પરંતુ જેટલા લોકો જયારે શરીર ઘટાડો કરવાનાં પ્રયત્નો કરતા હોય છે. ત્યારે જીમ કયાંક તેને મદદરૂપ ન થઈ શકે ત્યારે વેલનેસ સેન્ટરની જરૂર પડતી હોય છે. ત્યારે વેલનેસ સેન્ટર આર્શિવાદ રૂપ બની રહે છે.
પ્રશ્ન: ધણી વખત લોકો કોઈ સેલીબ્રીટીને અથવા તો કોઈ બીજાનું જોઈને ડાયેટ ચાર્ટને ફોલો કરતો હોય છે તો તેના વિશે આપ શું કહેશો.
જવાબ:તેના જવાબમાં જણાવતા કહ્યું કે બધા લોકોની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે અને બધા લોકોનો ખોરાક પણ અલગ હોય છે. ત્યારે બધાને પોતાના શરીરને અનુકુળ, લાઈફ સ્ટાઈલને અનુકુળ રોજીંદા જીવન ને અનુકુળ પોતાનું ડાયટચાર્ટ બનાવવું જોઈએ જેથી એક પ્રોપર વે મા કામ કરી શકીએ જો કોઈ વ્યકિત કોઈ બીજાનું ડાયેટ ફોલો કરે તો તે નુકશાન કારક છે.
પ્રશ્ન: એક અંગ્રેજી કહેવત છે કે ‘પ્રીવેનશન ઈસ બેટર ધેન કયોર’ ત્યારે આ વિશે લોકો જાગૃત થાય તેના વિશે આપશું કહેશો?
જવાબ:જો અત્યારના લોકોની વાત કરીએ તો લોકો વેલનેસ સેન્ટરને સારી રીતે ફોલો કરે છે. અને તેમાં આપવામા આવતી ટ્રીટમેન્ટને પણ ફોલો કરતા થઈ ગયા છે અને આ માટે મહિલાઓ પોતે ખૂબજ જાગૃત થઈ પોતાની જાત માટે સમય ફાળવે છે અને મારૂ એવું માનવું છે કે લોકો એ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃતતા કેળવવી જોઈએ જેથી પ્રીવેન્સન ઈસ બેટર ધેન કયોર ઈ વાત સાચી પડે.