અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર
યાત્રાધામ અંબાજીમાં કરોડોના ખર્ચ બનેલી હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન
યાત્રાધામ અંબાજી ખાતે કરોડો રૂપિયાના ખર્ચ બનેલી આધ્યશક્તિ હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠીયા સમાન હોય તેવી બની ગઈ છે.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂપિયા ૨૨ કરોડ ના ખર્ચ ૨૦૦ બેડની આધ્યશક્તિ હોસ્પિટલ બનાવાઈ છે.જેનું ૪ વર્ષ અગાઉ લોકાર્પણ કરાયું હતું પણ હોસ્પિટલમાં ફિજીસીયેન,ગાઈનેક ઓથીપેડીક,પીડીયાટ્રીશીયન,જેવા ડૉકટરોની કોઈજ સુવિધા ઉપલબ્ધ કરવવામાં આવી નથી પરીણામે અંબાજી સહિત આદિવાસી લોકો તથા યાત્રિકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
અંબાજી ની આસપાસ ઘાટીઓમાં સર્જાતા પારાવાર અકસ્માત કે પછી સ્થાનિક મહીલાઓ ને પ્રસૃતિ જેવી ઘટના માં દર્દીઓ ને મોત ને ભેટવું પડે છે.જેને લઈ સ્થાનિક લોકોમાં ભડકેલાં ભારે રોષ ને લઈ આજે એક વિશાળ રેલી યોજીને હોસ્પિટલ સંચાલક અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.એટલુંજ નહી જો હોસ્પિટલ માં ૧૫ દિવસ માં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં નહી આવે તો ૧૫ દિવસ બાદ ઉગ્રઆંદોલન સહિત હોસ્પિટલને તાળાબંધી જેવા કાર્યક્રમ અપનાવવાની ચિમકી ઉપચ્ચારવા માં આવી છે