કોરોના મહામારીએ વિશ્વભરને ઉભું રાખી દીધું છે. આ સાથે આર્થિક વિકાસ પણ રૂંધાય ગયો છે. આ સમયમાં અવાક ના સ્ત્રોત ઘટ્યા છે, જયારે જાવકમાં વધારો થયો છે. કોરોનાની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ફ્રી સહાય આપવામાં આવે, સાથે બીજા કોવીડ સેંટરો શરૂ થયા. હાલમાં દર્દીઓનો રિકવરી રેટ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોરોનાને માત આપતા અમુક દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનું જોખમ જોવા મળ્યું છે. જેની સારવાર પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે, તેથી આ સારવાર લેવાવારા આર્થિક રીતે નબળા લોકોને કિરણ હોસ્પિટલ દ્વારા સહાય કરવામાં આવી છે.
કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનું જોખમ દર્દીઓ પર મંડરાયેલું જોવા મળે છે ત્યારે સુરતમાં કિરણ હોસ્પિટલે મ્યુકોમાઈકોસિસ દર્દીઓ માટે અનોખી પહેલ છે. કિરણ હોસ્પિટલ ઓછી આવક ધરાવતા દર્દીઓને આર્થિક સહાય કરી.
કિરણ હોસ્પિટલ મ્યુકોમાઈકોસિસ લક્ષણો ધરાવનારાઓને આર્થિક સહાય કરી છે. જેમાં સપ્તાહમાં 25 દર્દીઓને 1-1 લાખના ચેક આપવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ દરમિયાન દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવતા હોવાથી મ્યુકોમાઈકોસિસના દર્દીઓને 45 દિવસમાં 180 ઈન્જેક્શન લેવા પડતા હોય છે. ત્યારે કિરણ હોસ્પિટલે દર્દીઓને આર્થિક સહાય કરતા દર્દીનો માટે આર્શિવાદ રૂપ બની છે.
મ્યુકરમાઈકોસિસના લક્ષણો
મ્યુકોમાઈકોસિસથી દર્દીના આંખ, નાક અને મગજ ઉપરાંત દાંત પર ગંભીર અસરો થાય છે. રેમડેસિવિર, ટોસીલીઝુમેબની અછતને લીધે સ્ટેરોઈડના ઉપયોગની આડઅસરને કારણે મ્યુકોમાઈકોસિસમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, કોરોનાગ્રસ્ત હોય અને ડાયાબીટિસ હોય તેમજ સ્ટેરોડઈડ ચાલુ હોય તેમને મ્યુકોમાઈકોસિસના લક્ષણો માટે જોવા મળી શકે છે, કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં મ્યુકોમાઈકોસિસની ઘાતક અસરો જોવા મળી રહી છે. કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને રિકવર થયા બાદ દર્દીઓમાં મ્યુકોમાઈકોસિસના લક્ષણો દેખાતા હોય છે.