રૂ. ૬૦ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંસદ પુનમબેન માડમના હસ્તે ખુલ્લું મુકાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના જામદેવળીયામાં ૬૦ લાખના ખર્ચે સમસ્ત લોહાણા સમાજ દેવળીયા તરફથી ભૂમિદાનમાં અર્પણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રીબીન કાપી લોકાર્પણ ગઈકાલે સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી દેવળીયા ગામ આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધ્યું છે. નિર્સ્વા ભાવે કામ કરે તેનું પરિણામ મળે જ છે. ગ્રામ્ય વિસ્તારના કામની જરૃરિયાતના પ્રશ્નો સરકારે હલ કર્યા જ છે સરકાર સતત લોકોના આરોગ્ય સુખાકારીની ચિંતા કરતી આવી છે. માણસ માટે તો ઠીક પણ આ રાજ્ય સરકારે પશુઓ માટે પણ દવાખાના ખોલ્યા છે. ગ્રામ્ય લેવલે શહેર જેવી જ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવો આપણે બધાએ અભિગમ રાખવાનો છે તેવું વાતાવરણ દેવળીયા ગામે ઊભું કર્યું છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઈચ્છે છે કે દરેક લોકોનું આરોગ્ય સારૃં અને નીરોગી રહે. તેમજ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતને ઉત્તમી સર્વોત્તમ બનાવવા તરફ આગળ વધી રહી છે. અને કોરોના વાયરસમાં શહેર કરતા ગ્રામ્ય પ્રજાએ વધારે જાગૃતતા દર્શાવી કોરોના વાયરસને ગ્રામ્ય લેવલે પહોંચવા દિધેલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામદેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટોટલ ૬૦ લાખના ખર્ચે તૈયાર યેલ છે જેમાં આરોગ્યલક્ષી સેવાઓમાં પોર્ચ, એન્ટ્રન્સ ફોયર, ડ્રેસીંગ-ઈન્જેકશન રૃમ, મેડિકલ ઓફિસર રૃમ, ડો. આયુષ ઓફિસર રૃમ, લેબોરેટરી, પુરૃષોનો વોર્ડ, સ્ત્રીઓનો વોર્ડ, લેબર રૃમ, પ્રિઓપરેશન રૃમ, સ્ક્રબ રૃમ, ઓટોકલેવ સાથે ચેન્જ રૃમ, માઈનોર ઓપરેશન યિેટર, ઓફિસ-સ્ટોર રૃમ, કેશ રૃમ, ડીસ્પેન્સીંગ રૃમ, તથા પી.એમ.રૃમ, ગેરેજ, કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધા આ પી.એચ.સી.માં ઉપલબ્ધ છે. જેમાં આજુબાજુના ૮ ગામ પૈકીની આશરે ૨૫ હજાર લોકોને સારવારનો લાભ મળશે. આ પી.એચ.સી.માં એમ.બી.બી.એસ. ડોક્ટર સો કુલ ૨૨ કર્મચારીઓ લોકોના આરોગ્યની સંભાળ રાખશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજાએ પ્રાસંગિક ઉદૃબોધન કર્યું હતું. આ પ્રસંગે કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઈ વારોતરીયા, જિલ્લા પંચાયત સભ્ય રણમલભાઈ માડમ, જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, દેવળીયા ગામના સરપંચ, આરોગ્ય કર્મચારી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.