શાનદાર અને સાહસિક અશ્વોની વિવિધ રમતો અને કલાને જીવંત નિહાળશે પ્રજાજનો: અશ્વ શોમાં ૧૩ વર્ષની ઉંમરનો સૌથી નાનો અશ્વસવાર શ્રી જય વ્યાસ આકર્ષણનું કેન્દ્ર બનશે
વર્ષોથી માનવજાત અને પ્રાણીઓ એક બીજાના વફાદાર મિત્રો રહ્યા છે. માનવીના સૌથી વફાદાર મિત્રોમાં અશ્વો અને શ્વાનોનો સમાવેશ થાય છે. અન્ય કોઈપણ પ્રાણીએ અશ્વોની જેમ માનવ સંસ્કૃતિના પ્રસારમાં ફાળો આપ્યો નથી. જ્યારે અશ્વો તો આદિકાળથી માનવી પ્રત્યે પોતાની વફાદારી અને સ્વામી ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ મનાય છે. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં તેને સ્વતંત્રતા અને શક્તિની સમાન વિભાવના તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત, સફેદ ઘોડાને શાણપણ અને શક્તિના સંતુલન, સ્વતંત્રતા, પવિત્રતા અને મજબુતાઈ અને શ્રીમંતાઈનું પ્રતિક માનવામાં આવે છે. રાજકોટ ખાતે આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વ એવા ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી ભવ્યાતીભવ્ય ઉજવણીની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. ત્યારે આગામી તા. ૧૮ જાન્યુઆરીના રોજ સવારે ૯ કલાકે પોપટપરા પોલીસ માઉન્ટેનર રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ દ્વારા અશ્ર્વ શોનો કાર્યક્રમ યોજાનાર છે. આ અશ્વ શોમાં અંદાજીત ૭૦ જેટલા અશ્વ સવારો ભાગ લેનાર છે, જેઓ હાલમાં પોલીસ માઉન્ટેનર, રાજકોટ ખાતે તાલીમબધ્ધ થઈ સ્વકૌશલ્યમાં વધારો કરી રહ્યા છે.
તા. ૧૮ જાન્યુઆરીના રોજ યોજાનાર અશ્વ શોના મુખ્ય આકર્ષણોમાં બેરલ રેસ, મટકી ફોડ, ગરવો લેવો (અન્ય સવારને બેસાડવો), જેવી વિશિષ્ઠ આવડતો અને કરતબો ધરાવતી રમતોનો સમાવેશ કરવામાં આવનાર છે. જેમા ઘોડે સવારીની મુખ્ય ચાલો એવી વોક, ટોર્ટ, કેન્ટર અને ગેલપ જેવી વિવિધ ચાલો નિહાળવાનો મોકો મળશે. ઉપરાંત, મારવાડી તથા સૌરાષ્ટ્રની કાઠિયાવાળી બ્રીડના જાતવાન અશ્વોનો થનગનાટ જીવંત નિહાળવાનો લ્હાવો મળશે. અશ્વો પ્રત્યે અપાર લાગણી ધરાવતા, પોલીસ માઉન્ટેનર, રાજકોટ ખાતે છેલ્લા ૬ વર્ષથી ફરજ બજાવતા અને છેલ્લા ૩૫ વર્ષથી અશ્વો અને અશ્વસવારોને તાલિમબધ્ધ્ કરતા પોલીસ ઈન્સપેક્ટરશ્રી બી.એસ.સરવૈયાએ જણાવ્યું હતું કે, અશ્વ સાથે માનવજાતનો નાતો વર્ષો પુરાણો છે. અશ્વો આપણી ઐતિહાસિક પરંપરાનું પ્રતિક છે અને આપણી લોકસંસ્કૃતી સાથે વણાયેલ છે. જે પોલીસ તંત્રને મુસાફરીમાં, ક્રાઉડ કંટ્રોલમાં, નાઈટ પેટ્રોલીંગમાં, મહાનુંભાવોના આદર-સત્કાર સાથે સ્વાગત કરવામાં મદદરૂપ થાય છે. અશ્વ સાથેની રમત-ગમતના કારણે વ્યક્તિમાં શારીરીક તંદુરસ્તી, સાહસિકતા, નિર્ભયતા, જાનવરો પ્રત્યે આદરભાવ અને લગાવ વધે છે તથા થાક, તણાવ, ટેન્શન દુર થાય છે.
૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી ભવ્યાતીભવ્ય ઉજવણી પ્રસંગે યોજાનાર અશ્વ શોમાં સૌથી નાની ઉંમરનો અશ્વ સવાર શ્રી જય વ્યાસ ભાગ લેવાનો છે, જેની ઉંમર માત્ર ૧૩ વર્ષ છે. તેની ઉંમરના અન્ય બાળકો મોબાઈલમાં વિવીધ રમતો રમતા હોય છે.