ભારતીય આર્મીમાં એક માત્ર અશ્ર્વ સ્વાર રેજીમેન્ટો બંધ કરવાનો નિર્ણય

રાજાશાહીમાં જાતવાન તુરંગથી જ રાજય શક્તિશાળી ગણાતું

આર્મીના તોખાર રાષ્ટ્રીય તહેવારો અને વીવીઆઇપીને સલામી આપવા પુરતા જ ઉપયોગી રહ્યા

આર્મીમાં અશ્ર્વની મદદથી સરહદ પર શસ્ત્ર અને સેનાના જવાનોને ખોરાક સહિતની ચીજ વસ્તુ લઇ જવાતી

વાહન જઇ ન શકે તેવા વિસ્તારમાં ઘોડેશ્ર્વાર પોલીસ માટે લોક મેળા અને ક્રિકેટ બંદોબસ્તમાં ઘોડાનું વિશેષ મહત્વ રહેતું

રાજાશાહી સમયમાં ઘોડાનું વિશેષ મહત્વ રહ્યું છે. જાતવાન અશ્ર્વને વફાદાર પ્રાણી તરીકે ગણવામાં આવી રહી છે. એટલે જ જે રાજય પાસે વધુ અને સારી જાતના અશ્ર્વ તે રાજય શક્તિ શાળી ગણાતુ હતુ એ રીતે ભારતીય આર્મી અને પોલીસમાં પણ અશ્ર્વનું વિશેષ મહત્વ હતુ પરંતુ ૨૧મી સદીના કમ્પ્યુટર અને વિજ્ઞાન યુગમાં રોડ રસ્તા અને વાહનની સગળવ વધતા ઘોડાનું મહત્વ ઘટી રહ્યું છે. ભારતીય સૈન્યમાં ૧૯૫૩થી ઘોડેશ્ર્વાર રેજીમેટનું વિસર્જન કરવાની વિચારણા ચાલી રહી છે.

હિન્દુ ધર્મમાં પણ અશ્ર્વને શક્તિનું પ્રતિક ગણાવામાં આવી રહ્યું છે. સુર્ય દેવના રથને સાત અશ્ર્વ સાથે દર્શાવવામાં આવી રહ્યો છે. તેના પરથી જ હાલ સાત અશ્ર્વ સાથેના ફોટા મકાનની દિવાલ પર શોભાયમાન બની રહી છે.

ચિતોડના મહારાણા પ્રતાપના ચેતક અને જામનગરના હાલાજીના પતી ઘોડાએ યુધ્ધનું પરિણામ ફેરવી દીધું હોવા બંને અશ્ર્વ માટે સાહિત્યકારો હોશે હોશે ગીત ગાયા છે જે આજે પણ જાણીતા છે. ભારતીય સેના અને પોલીસમાં અશ્ર્વદળ સામેલ કરવામાં આવ્યું હતુ. આર્મીનું અશ્ર્વદળ સરહદ પર જવાનને શસ્ત્ર અને ખોરાક પહોચતું કરતું તે રીતે પોલીસના ઘોડેશ્ર્વાર સીમ ચોરી અટકાવવા ઉપરાંત લોક મેળા અને ક્રિકેટ બંદોબસ્તમાં ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

દેશ આઝાદ થયા બાદ આર્મીમાં ૩ ઓગષ્ટ ૧૯૫૩માં ૬૧ની ઘોડેશ્ર્વારી રેજીમેટની સ્થાપના કરવામાં આવી હતી. જેમા હાલ ૨૦૦ જેટલા ઘોડા છે. આધૂનિક યુગમાં આર્મીમાં ઘોડાનો ઉપયોગ ઓછો થતા આર્મીના ઘોડા હાલ રાષ્ટ્રપતિના બોર્ડીગાર્ડ, રાષ્ટ્રીય તહેવાર અને વીવીઆઇપીના સ્વાગત માટે જ ઘોડાનો ઉપયોગ રહ્યો હોવાથી આર્મી રેજીમેટનું વિસર્જન કરી ૧૦૦ ઘોડા જયપુર ખાતે અને ૧૦૦ ઘોડા દિલ્હી ખાતે મોકરવાની વિચારણા ચાલી રહી છે. આર્મીની અશ્ર્વ રેજીમેટને ચોક્કસ પ્રકારની રેજીમેટ તરીકે વિકસાવવામાં આવનાર છે.

બ્રિટીશ, ભારતના પૂર્વ રજવાડા નવી દિલ્હીમાં તિનમૂર્તિ મેમોરિયલ બ્રિટીશ રાજ દરમિયાન ૧૯૧૮માં વિશ્ર્વ યુધ્ધ દરમિયાન ઇઝરાઇલની યાદમાં તિનમૂર્તિ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે જેમાં હૈદરાબાદ, જોધપુર અને મૈસુરમાં ૬૧ની રેજીમેટની બહાદુરીને માન આપવા માટે દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં હાઇફા-ડેની ઉજવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.