૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ
પોપટપરા પોલીસ માઉન્ટેન ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આયોજિત અશ્ર્વ
શોમાં ૭૯ જાતવાન અશ્ર્વોનું ધમાકેદાર પ્રદર્શન : અશ્ર્વો અને અશ્ર્વારોના કૌવત ઉપર સૌ કોઈ આફરીન
૨૬ જાન્યુઆરીએ રાજય કક્ષાના ૭૧માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પોપટપરા ખાતે આવેલા રૂરલ પોલીસના માઉટન હેડ કવાર્ટર ખાતે કા.મા.અશ્ર્વ શોનુ શાનદાર આયોજનમાં કરવામાં આવ્યું હતું. સવારે નવ કલાકે અશ્ર્વ શોનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પોલીસ હોર્સ, કાઠીયાવાડી હોર્સ, બ્રિડર્સ એસોસિએશન તેમજ કા.મા.સોસાયટી ગોંડલના સદસ્યના જાતવાન અશ્ર્વો દ્વારા બેરલ રેસ, ગરોલેવો, અશ્ર્વ દોડ સાથેની મટકી ફોડ, ટેન્ટ પેગીંગ અને જમ્પીંગ રજુ કરાયા હતા. આ દિલધડક અશ્ર્વ શોમાં ૭૦ અશ્ર્વસવારો વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં રાજકોટ રૂરલ પોલીસ પાસે ૩૫ અશ્ર્વ છે જેમાંથી ૧૫ અશ્ર્વ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને જામનગર મળી પોલીસના ૩૫ અશ્ર્વ સ્પર્ધામાં જોડાયા હતા અને વિવિધ કરતબો રજુ કરી હતી. અશ્ર્વ શોમાં નેશનલ ગોલ્ડ મેડલ ચેમ્પીયન ‘સોનીયા’ અશ્ર્વ આકર્ષણ બન્યો હતો.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જોશભરી વાણીમાં કહયું હતું કે અશ્વ શો થકી ભારતે પોતાની તાકાતની સમગ્ર વિશ્વને પ્રતીતિ કરાવી છે. મુખ્યમંત્રી વિજયભાઇએ ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો રાજકોટ ખાતે અશ્વ શો થકી ધમાકેદાર પ્રારંભ કરાવ્યો હતો. અને રાજકોટવાસીઓને રેસ્ટ મોડમાંથી “એક્ટિવમોડ તરફ સ્વિચ ઓવર કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસીઓને ઉત્સાહનો પાનો ચડાવતાં જણાવ્યું હતું કે, રણક્ષેત્રમાં પોતાની બહાદૂરી માટે ખ્યાતનામ એવા કાઠિયાવાડી પાણીદાર અશ્વો શૌર્યનું ઉચ્ચતમ પ્રતીક છે. આજના અશ્વ શોથી થયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના તમામ કાર્યક્રમોમાં જોશભેર સામેલ થવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને હાકલ કરી હતી.
રાજયના નાગરિકોમાં દેશભક્તિ-સમાજસેવા-નયા ભારતના નિર્માણની ભાવના ઉજાગર કરવામાં અશ્વ શો મહત્વનો સાબિત થશે, એવી અપેક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે વ્યકત કરી હતી, અને ૨૬ જાન્યુઆરી તથા ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારોમાં સામાન્ય જનતાખરા દિલથી સામેલ થાય, એવા રાજય સરકારના અભિગમને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દોહરાવ્યો હતો.
ઇતિહાસમાં અંકિત અશ્વસંબંધી યશગાથાઓની રજૂઆત કરીને મુખ્યમંત્રીએ પોતાની ઐતિહાસિક જ્ઞાન પ્રત્યેની રૂચિનો ઉપસ્થિતોને સુપેરે પરિચય કરાવ્યો હતો, અને શક્તિ-ઉર્જાના માપન તરીકે વપરાતા હોર્સ પાવર એકમનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી વિજયભાઇએ અશ્વોના મહત્વને યોગ્ય રીતે પ્રતિપાદિત કર્યું હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટય કરાવી અશ્વ શોને ખુલ્લો મૂક્યો હતો. કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસો.ના પ્રમુખ અને ગોંડલના રહીશ ઘનશ્યામ મહારાજ્નું મુખ્યમંત્રીશ્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. અશ્વ શો પ્રારંભે મનીષ દેવકરણ અને પ્રવીણ સિક્કાએ રાષ્ટ્ર ધ્વજ સાથે પાઇલોટીંગ શરૂ કરાવ્યું હતું.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલિસ, જિલ્લા વહીવટીતંત્ર અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે પોપટપરા પોલિસ માઉન્ટેન ખાતે યોજાયેલા અશ્વ શોમાં રાજકોટના પોલીસ માઉન્ટેન યુનિટના ૨૫ અને અન્ય ૫૪ અશ્વો સહિત કુલ ૬૯ અશ્વ સવારોએ અશ્વ શોમાં ભાગ લઇ પોતાનું કૌવત દર્શાવ્યું હતું. ખુલ્લા મેદાનમાં અશ્વ સવારોએ રજૂ કરેલા ગરો લેવો, ટેન્ટ પેંગ કરવા, સીકસ સવાર જંપીંગ વગેરેના કરતબોને ઉપસ્થિત સૌએ ચીચિયારી અને તાલીઓથી વધાવ્યુ હતું. પોલીસ અધિક્ષક બલરામ મીનાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, શહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, અગ્રણી ડી.કે.સખિયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી,પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિય, કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, નાયબ પોલીસ મહા નિરિક્ષક સંદિપસિંગ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ડી.વાય.એસ.પી. શ્રુતિ મહેતાએ કર્યુ હતું.
- એ….ધડામ : અશ્ર્વાર ગોથુ ખાઈ ગયા
અશ્ર્વ-શો દરમિયાન હાઈ જમ્પની સ્પર્ધામાં એક અશ્ર્વારે અશ્ર્વ ઉપરી સંતુલન ગુમાવી દીધુ હતું અને તેઓ ધડામ કરીને ગોથુ ખાઈ ગયા હતા. આ તસવીર કેમેરામાં ક્લીક ઈ ગઈ હતી.
- બે અશ્ર્વો બાખડ્યા : પોલીસ કર્મીઓમાં મચી દોડધામ
અશ્ર્વ શો શરૂ યા પૂર્વે બે અશ્ર્વો બાખડી પડ્યા હતા. એક અશ્ર્વની લગામ બીજા અશ્ર્વના પગમાં આવી જતાં બે અશ્ર્વોએ રિતસરનું યુદ્ધ છેડી દીધું હતું. બંને અશ્ર્વોએ એક બીજા ઉપર લાતોની વર્ષા કરી હતી. ઉપરાંત એકબીજાને બચકા પણ ભર્યા હતા. આ ઘટનાી પોલીસ કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ કર્મીઓએ જીવના જોખમે વચ્ચે પડીને બંને અશ્ર્વોને શાંત પડાવ્યા હતા.