રણકાંઠામાં વરસાદી પાણી યથાવત હોવાથી વધુ એક મહિના પછી ઘુડખર દેખા દેશે
એશીયા ખંડનુ અતિ દુર્લભ પ્રજાતી તરીકે જાણીતા ઘુડખર માત્ર પાટડીના રણમા જ જોવા મળે છે. ત્યારે હાલમા રણકાંઠા વિસ્તારમા પાંચ હજાર જેટલા ઘુડખર છે જેની વસ્તી પણ ધીરે-ધીરે વધી રહી છે. ત્યારે લુપ્ત થતી ઘુડખરની પ્રજાતીને સરકાર દ્વારા અભ્યારણ્ય આપ્યુ છે તેવામા ઉનાળો શરુ થતા જ ઘુડખર માટે આ સમય પ્રજનનનો હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પર્યટકો માટે અભ્યારણ્ય બંધ કરી દેવાયુ હતુ. ત્યારે ફરીથી આજે ઘુડખરના પ્રજનની સિઝન પુણ થતા અભ્યારણ્ય ખુલ્લુ મુકવામા આવશે પરંતુ ગત દિવસોમા રણકાંઠા વિસ્તાર તરફ પડેલા મુશળધાર શરસાદના લીધે હજુ પણ રણમા પાણી યથાવત હોવાના લીધે સમગ્ર રણ દરિયામા પરિવર્તિત થઇ ચુક્યુ છે દર વષે અહિ શિયાળાની સિઝનમા પણ વિદેશી પક્ષીઓ મોટી માત્રામા આવે છે જેમા સમગ્ર દુનિયામા પરીભ્રમણ કરતા પક્ષીઓ વષના એકાદ-બે મહિના માટે રણ વિસ્તારમા રોકાય છે અને આ વિદેશી પક્ષીઓને નિહાળવા અહિ દુર-દુરથી લોકો આવે છે પરંતુ આ વષે રણમા પાણી હોવાના લીધે વિદેશી પક્ષીઓને ઉતરવા માટેની જગ્યા પણ નથી જેથી કદાચ આ વષમા પયટકોને વિદેશી પક્ષીઓને નિહાળવાનો લ્હાવો નહિ મળી શકે જ્યારે સમગ્ર રણકાંઠમા ચારે તરફ પાણીનુ સામ્રાજ્ય હોવાના લીધે દર વર્ષે પર્યટકોમાથી થતી સરકારને આવકમા પણ ઘટાડો થાય તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે આ બાબતે બજાણા ફોરેસ્ટના અધિકારી દ્વારા જણાવાયુ હતુ કે આજથી પાટડી ઘુડખર અભ્યારણ્ય ખુલ્લુ મુકાશે પરંતુ રણ પ્રદેશમા ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી આ પાણીનો નિકાલ અને સુકાવાને હજુ પણ એકાદ મહિનો વિતી જાય તેમ છે જેથી પર્યટકોને પ્રાણીઓને કુદરતી સૌંદર્યમા નિહાળવા માટે એકાદ મહિના સુધી રાહ જોવી પડે તેવુ જણાઇ આવે છે.