- વેરાવળના મોટા કોળીવાડા ગામે જુગાર રમતા ચાર પકડાયા
ગીરસોમનાથ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં પ્રભાસ પાટણમાં ઘોડીપાસાની જુગાર કલબ પકડાય અને વેરાવળ ખાતે જાહેરમાં જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ રૂ. 3.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.વધુ વિગત મુજબ પ્રભાસ પાટણના લાંબી શેરીમાં રહેતો વિશાલ જીતેશ ચિત્રોડાના મકાનમાં ઘોડીપાસાની જુગાર કલબ ચાલતી હોવાની એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ વી.કે. ઝાલાને મળેલી બાતમીના આધારે એએસઆઇ મેસુરભાઇ વરુ અને નટુભા બસીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
જુગાર રમતા વિશાળ જીતેશ ચિત્રોડા, રમેશ નથુ પંડિત, ગોપાલ વિનોદ ગોહેલ, ભીખુ કાળા વાયલુ, પ્રકાશ જેરામ નાગદેવ, મહેન્દ્ર જેરામદાસ લાલવાણી, મહેશ અરજણ હસાણી, ધીરુ મોહન હસાણી, જમનાદાસ બચુ લોઢાવી અને પ્રકાશ દેવન્દ્ર ડોડેજાની ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી રૂ. 2.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.જયારે વેરાવળના મોટા કોળીવાડાનો જાહેરમાં જુગાર રમતા રાજુ રામજી વાયલુ, ગફાર હુસેન રાઠોડ, સંજય મનુ જેઠવા, અને ભરત રામજી પંડીતની ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી રૂ. 87300 નો મુદામાલ કબ્જે કર્યો છે.