રાજસ્થાનના બારન જિલ્લામાં એક SUV કાર પલટી જતાં ચાર લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત શુક્રવારે રાત્રે ભંવરગઢ પોલીસ સ્ટેશન હેઠળના નેશનલ હાઈવે-27 પર થયો હતો. અધિક પોલીસ અધિક્ષક રાજેશ ચૌધરીએ જણાવ્યું કે, ઝડપભેર ચાલતું વાહન ઢોરને ટક્કર માર્યા બાદ પલટી ગયું.
રાજસ્થાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બારન જિલ્લામાં એક SUV કાર પલટી જતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને અન્ય છ લોકો ઘાયલ થયાં હતાં.
હાઈવે પર અકસ્માત થયો, 4ના મોત
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત શુક્રવારે રાત્રે ભંવરગઢ પોલીસ સ્ટેશન હેઠળના નેશનલ હાઈવે-27 પર થયો હતો. અધિક પોલીસ અધિક્ષક રાજેશ ચૌધરીએ જણાવ્યું કે, ઝડપભેર ચાલતું વાહન ઢોરને ટક્કર માર્યા બાદ પલટી ગયું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા.
મૃતકોની ઓળખ ફૂલચંદ ઉમર 50 , હરિચરણ ઉમર 40, લખન ઉમર 28 અને રાજુ સહરિયા ઉમર 50 તરીકે થઈ છે.