મેષ રાશીફળ – આ રાશિના જાતકો આજે નિરાશાજનક અથવા શરમજનક પરિસ્થિતિમાં પડી શકે છે, પરંતુ વધારે ચિંતા ન કરવી અને બીજાના સકારાત્મક વિચારોમાંથી શીખ લેવી. આજે આર્થિક ફાયદો થઈ શકે છે. આજે દરેક પરિસ્થિતીમાં સમજી વિચારીને બોલવું નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. બીજા લોકોની ભૂલો જોવાને બદલે, પોતાના જીવનને સાર્થક બનાવવામાં વધારે સમય આપવો. આ રાશિના લોકોનો વૈવાહિક જીવન માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે.

વૃષભ રાશીફળ – આજે તમારા પરિવાર તથા સ્નેહીજાણો માટે ખુશીઓનું બલીદાન આપવું, પરંતુ બદલામાં કોઈ આશા ન રાખવી. આજે સામે આવેલી કોઈ પણ યોજનામાં રોકાણ કરતાં સમયે બે વખત વિચારવું. આજે સામાજિક કાર્યોમાં સંબંધીઓનો સહયોગ મલશે. જીવનસાથી અને પારીવારીક સભ્યોના કારણે દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે. આજે લોકો તમારી સલાહ તુરંત માની લેશે. આજે દિવસભર કામના કારણે તણાવ રહી શકે છે.

મિથુન રાશીફળ – આ રાશિના જાતકોને પોતાની જિંદગી સારી રીતે જીવવા માટે મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી . આજે શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાઈ શકો છો તેથી સાવધાની રાખવી. આજના દિવસમાંથી કેટલોક સમય પોતાના આનંદ માટે વિતાવી શકો છો. આ રાશિના લોકોને નોકરી માટે બાયોડેટા મોકલવો અથવા ઈન્ટરવ્યી માટે આજનો દિવસ શુભ છે. ભરપૂર ઉત્સાહ ફાયદાકારક દિવસ તરફ તમને લઈ જશે. જીવનસાથી સાથે વાતચીત કરી ભવિષ્ય માટે મસ્તીભરી યોજના બનાવો.

કર્ક રાશીફળ – આ રાશિના જાતકોએ નિરાશાને છોડીને આશાવાદી બનવું, તમારો વિશ્વાસ અને ઈચ્છાઓ પ્રગતીના નવા દરવાજા ખોલશે. આજે તમને અનેક નવી આર્થિય યોજનાઓ જોવા મળશે પરંતુ કોઈ પણ નિર્ણય કરતા પહેલા તેના સારા-ખોટા તમામ પાસાનો સતર્ક થઈને અભ્યાસ કરવો. પરિવાર સાથે ખરાબ વર્તન-વ્યવહાર ન કરો, નહીં તો ઘરની શાંતી ભંગ થઈ શકે છે. આ રાશિના લોકોને વિદેશથી ખાસ સમાચાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. કાર્યસ્થળ પર આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. કેટલીક વાતના નિર્ણય તમારા પક્ષમાં રહેશે અને તમને કામમાં અવ્વલ રાખશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

‘રાજ શેખાવતને છોડવામાં નહીં આવે તો ક્ષત્રાણીઓ રસ્તા પર ઉતરશે’,…કરણી સેનાના મહિલા અધ્યક્ષ પહોંચ્યા ચોટીલા

સિંહ રાશીફળ – આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો તમારો આજ ઉત્સાહ બધા જ કામ ફટાફટ પૂર્ણ થશે. રોકાણ માટેની જે યોજનાઓ વિશે તમે વિચારી રહ્યા છઓ, તેના પર વિચાર જરૂર કરવો, સાથે વિશેષજ્ઞની સલાહ તમને ખૂબ જ મદદરૂપ થશે. પરિવારના સભ્યો પાસે વધારે આશા ન રાખવી. આજે કરવામાં આવેલું રોકાણ ફાયદાકારક રહેશે પરંતુ ભાગીદારના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર આંકડાકીય માહિતીમાં સાવધાની રાખવી નહિતર કાર્યસ્થળ પર વહીવટી નુકસાન થઈ શકે છે.

કન્યા રાશીફળ – તણાવથી તબીયત પર અસર ખરાબ પડી શકે છે. આજે ખોટા ખર્ચા કરવાથી બચવું. આજે બાળકોને સમય આપવો, તેના માટે પ્લાનિંગ જરૂર કરવું. વ્યાપારીઓએ લેવડ-દેવડમાં ભાવનાઓ પર કાબુ રાખવો. આજના દિવસે શરૂ કરેલું કામ સંતોષકારક પૂર્ણ થશે. જીવનસાથીના કારણે નામને પણ તમારે બહાર જવું પડી શકે છે.

તુલા રાશીફળ – આ રાશિના જાતકોને લાંબા સમયના થાક અને તણાવમાંથી આજે આરામ મળશે. અગાઉ પેન્ડિંગ રાખેલા મુશ્કેલીભર્યા કાર્યોને પૂર્ણ કરવા માટેનો આજનો દિવસ શુભ છે. આજે તમે હરવા-ફરવાના અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આ પ્રકારનું વર્તન રાખવાથી પછતાવવાનો વારો આવી શકે છે. કોઈ પણ વિવાદને વધારે વિવાદાસ્પદ બનાવવાથી દુર રહી, શાંતીથી અન્ય માર્ગ શોધી વિવાદ ખતમ કરવો. આજે કાર્યક્ષેત્રમાં કોઈ નજીવી બાબતના કારણે તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છે. નાના-નાના ઝગડા જીવનસાથી સાથે સંબંધમાં ખટાશ પેદા કરી શકે છે, કોઈ ત્રીજા વ્યક્તિની વાતમાં આવીને ઘરમાં કંકાશ ઉત્પન્ન ન કરવો.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના જાતકોને પોતાની તંદુરસ્તી માટે કાળજી લેવાનો સારો દિવસ છે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજીના કારણે આર્થિક પરિસ્થિતિ સારી રહી શકે છે. જ્યારે રોકાણ કરવાની વાત હોય તો, જાતે નિર્ણય લેવો કોઈ બીજાના નિર્ણય તમને ભારે નુકસાનમાં પહોંચાડી શકે છે. ઓફિસમાં કે કાર્યસ્થળ પર આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. પોતાની વસ્તુઓનું ધ્યાન ન રાખ્યું તો ચોરી થવાની સંભાવના છે. આજે પરિવાર સાથે વધારે સમય વિતાવવાથી ઘરનું વાતાવરણ બગડી શકે છે.

ધન રાશીફળ – આ રાશિના લોકોએ તબીયતની ચિંતા કરવાની જરૂરત નથી. આજે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો અવશ્ય નુકશાન થશે. પ્રેમનું ભૂત તમારા માથા પર ચઢવા તૈયાર થશે તેથી સાવધાની રાખવી. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમા પ્રગતિ મળી શકે છે. લોકોને ઝડપી ઓળખવાની ક્ષમતા તમને ઉચ્ચ સ્થાન અપાવી શકે છે. જીવનસાથી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

મકર રાશીફળ – તમારો દાનવીર જેવો વ્યવહાર તમારા માટે આશિર્વાદરૂપ સાબિત થશે કેમ કે, તે તમને શંકા, લાલચ અને આશક્તિ જેવી ખરાબીઓથી બચાવશે. લોકોની ભાવના સમજો છો, પરંતુ ખર્ચ કરવાથી બચવું. બધાને તમારી મહેફીલમાં આમંત્રણ આપો, કેમ કે, આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે. પગારમાં વધારો અથવા વધારાનું ધન મળતા તમારા ઉત્સાહમાં વધારો થશે. આ સમય તમામ નિરાશા દુર કરવાનો સમય છે. જીવનસાથી સાથે પણ ખાસ દિવસ રહેશે.

કુંભ રાશીફળ – આજે તમે જીવનસાથીને ખુશની પળો વિતાવી શકશો. ઉતાવળમાં રોકાણ ન કરવું, તમામ બાજુ સમજ્યા વગર રોકાણ કરશો તો નુકશાન થશે જો તમને જ્ઞાન ન હોય તો વિશેષજ્ઞની સલાહ લેવી. આજે ફોન પર વધારે સમય વિતાવશો તો તમારાથી કોઈ મોટી ભૂલ થઈ શકે છે. અપરિચિત લોકો સાથે ઓળખ બનાવવાથી ફાયદો થશે.

મીન રાશીફળ – આ રાશિના જાતકોને કામકાજ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારૂ ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. પરિવારનો પુરો સહયોગ મળશે. કાર્યસ્થળ પર ધીમી પ્રગતિ તણાવનું કારણ બની શકે છે. એવી કોઈ જાણકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય. લોકોની દખલ-અંદાજી જીવનસાથી સાથેના સંબંધમાં પરેશાની ઉભી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.