મેષ રાશીફળ – આ રાશિના જાતકોએ આજે ખાવા-પીવામાં કાળજી રાખવી, તમારી લાપરવાહીના કારણે બીમાર કરી શકે છે. ભૂતકાળમાં કરેલા જુના રાકાણથી આવકમાં વધારો થશે. આજે મોજ-મસ્તી કરવા માટે દિવસ સારો છે. ગેરસમજણના કારણે તમારે જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે. આજે કાર્યક્ષેત્ર પર તમારી મરજી પ્રમાણે ઘણા કામ નહીં થઈ શકે. સમજદારી પૂર્વક વાત કરવાથી સફળતા મળી શકે છે.
વૃષભ રાશીફળ – આ રાશિના લોકોએ પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે દિલ-દિમાગના બંધ દરવાજા ખોલો. ચિંતા છોડી સકારાત્મક બનો સકારાત્મકતા તમારા જીવનમાં જાગૃતિ લાવશે. આજે ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે મુશ્કેલીભર્યો છે તેથી કાર્યસ્થળ પર વાતચીત કરવામાં સાવધાની રાખવી. આજે પુરો દિવસ જબાન પર લગામ રાખવામાં જ તમારી ભલાઈ છે. પાડોશીઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે. જીવનસાથી સંબંધ મજબૂત છે, પરંતુ સાવધાની રાખવી નહિતર મુશ્કેલી વધી શકે છે.
મિથુન રાશીફળ – આ સમયે એ સમજવું ખુબ જરૂરી છે કે તમારો માનસિક તણાવ બીમારી સામે લડવાની ક્ષમતાને નબળી કરી દેશે , જેથી નકારાત્મક વિચારોથી દુર રહેવું. ઓફિસના તણાવને ઘરમાં ના લાવો, નહીં તો પરિવારની ખુશી ભંગ થઈ શકે છે.આ રાશિના જાતકો આજ કોઈ મોટી વ્યવસાયિક લેવડ-દેવડને અંજામ આપી શકે છે. ટેક્સ-વીમા સાથે જોડાયેલા વિષય પર વિચારવાની જરૂર છે. આજે તમારા જીવનસાથીને તમારી સાથે ફરી એકવાર પ્રેમ થઈ શકે છે.
કર્ક રાશીફળ – મિત્રો સાથે આજે સુખદ સમય પસાર થશે પરંતુ વ્યસન કરવાથી બચવું. લાંબા સમયથી અટકેલા નાણાં આજે તમને મળી શકે છે. હરવા-ફરવા માટે આજના દીવસનો સદઉપયોગ કરવો. પ્રેમી-પ્રેમિકા સાથે અભદ્ર વ્યવહાર ન કરવો . તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. કાર્યસ્થળ પર કોઈ પણ વાતનું અભિમાન ન કરવું, સંબંધો ખરાબ થઈ શકે છે.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકો ટુંક સમયમાં કોઈ ગંભીર બીમારીમાંથી બહાર આવી શકે છે. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા આર્થિક સંતુલન બનેલું રહેશે. તમારી પરેશાની તમારા માટે મોટી હશે, પરંતુ મિત્રો પરિવાર સમજી શકશે નહીં. ઓફિસમાં થયેલા ફેરફારનો લાભ તમને મળશે. જે તમારી પાસે મદદ માંગે છે તેવા લોકોની મદદ આજના દિવસમાં ન લેવી. દગો મળવાની સંભાવના વધુ છે. જીવનસાથી સાથે દિવસ સુખમય પસાર થશે.
કન્યા રાશીફળ – પરેશાની આવ્યા પહેલા જ તેના વિશે વિચારવાની આદત તમને કમજોર સાબિત કરી શકે છે. આ રાશિના લોકોએ કોઈના ઝગડામાં વચ્ચે પડવું નહીં તથા જીભ પર કાબૂ રાખવો, નહિતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે તમારા પાર્ટનર સાથે બહુ ભાવુક ન થવું. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતી જોવા મળશે. આજે તમારી મન ભટકી શકે છે. જીવનસાથી સાથે ઈમાનદાર રહેવું.
તુલા રાશીફળ – આ રાશિના જાતકોએ આજના દિવસ દરમિયાન આરામ કરવો જે સ્વાસ્થ્ય માટે સારું રહેશે. બેંકિંગ વર્ક તથા આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી. આજે તમારા જિદ્દી સ્વભાવને કાબુમાં રાખવો, ખાસ કરીને જીવનસાથી અને મિત્રો સાથે, નહીં તો સંબંધમાં તીરાડ પડી શકે છે. આજે રચનાત્મક કામમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે જે તમને સારી ઓળખ પ્રાપ્ત કરાવશે. બહારના લોકોની વાતો સાંભળી તેના પર વિશ્વાસ મૂકવો નહિતર જીવનસાથી સાથે મતભેદ પેદા થઈ શકે છે.
વૃશ્ચિક રાશીફળ – આ રાશિના લોકોને પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પ્રોત્સાહન મેળવી શકશે. આજે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. આજના દિવસ દરમિયાન ભાવુક નિર્ણય લેતા પહેલા તાર્કિક વિચાર કરવાના છોડવા નહીં. આર્થિક મામલામાં સાવધાની રાખવી. પારિવારીક તણાવને ગંભીર ન લેવો, સકારાત્મક રહેવું સમય જતાં બધુ જ સરખું થઈ જશે. આજે તમે કાર્યક્ષેત્રમાં પોતાને ખાસમહેસુસ કરશો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી નહિતર અકસ્માત નડિ શકે છે. જીવન સાથી સાથે ખટ-પટ થઈ શકે છે પરંતુ કોઈ એક પાત્ર સમજી જશે તો બધુ જ સરખું થઈ જશે.
ધન રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો મજાકીય સ્વભાવના કારણે લોકોનું તમારા તરફ આકર્ષણ વધશે. સારા નફા માટે લાંબાગાળાના રોકાણ કરવા જેમ કે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ ફાયદાકારક રહેશે. આજે જુઠુ બોલવાથી બચવું, નહીં તો તમારો સંબંધ બગડી શકે છે. આજે તમારા મિત્રો અથવા ભાગીદાર તથા સહકર્મી સાથે ટીમ વર્કમાં કામ કરવાથી સફળતા મળશે કાર્યને નેતૃર્તવ કરવાની સ્થિતિ તમારા માટે મજબૂત રહેશે.
મકર રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થશે. આર્થિક સમસ્યાએ તમારી રચનાત્મક વિચારવાની ક્ષમતા બેકાર કરી દીધી છે. ગુસ્સા પર કાબુ રાખવો મુશ્કેલ બની જશે, પરંતુ જીભ પર કાબુ રાખવો નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. આજે કરવામાં આવેલું રોકાણ ફાયદાકારક સાબિત થશે, પરંતુ ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આજે જીવનસાથી સાથે દિવસ સારો રહેશે.
કુંભ રાશીફળ – જે રીતે રસોઈમાં મીઠા-મરચાની જરૂર છે, તેમ જીવનમાં દુખ જરૂરી છે, કારણ કે તોજ ખુશીની કિંમત ખબર પડે છે. બેન્ક સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી. તમારો અડિયલ સ્વભાવ પરિવારમાં તણાવનું કારણ બની શકે છે. આજે ચુપ રહેવામાં જ વધારે મજા છે. આજે ભવિષ્ય વિશે ચિંતા કરો, મિત્રો તથા વિશેષજ્ઞોની સલાહ લેવી જરૂરી.
મીન રાશીફળ -આજના દિવસ દરમિયાન ભવિષ્ય પર વિચારવાનો સમય છે તેથી આશાવાદી બનો અને ઉજળા ભવિષ્યને દેખો. તમારો આત્મવિશ્વાસ નવા દરવાજા ખોલશે. આજે તમારા કામનો વિરોધ લોકો કરી શકે છે. તમારા આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવી નવા મિત્રો નવા લોકોને મળો, ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે દિલ ખોલીને વાતો કરવા માટે સારો સમય છે.