૩૫૦૦ જેટલા વ્રજભક્તો ઉમટી પડશે: પ્રસાદ અને રાસ સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે
વલ્લભાચાર્ય ફાઉન્ડેશન તથા નડિયાપરા પરિવાર દ્વારા આવતીકાલે તા.૧૯ના રોજ પુષ્ટિ વસંત મહોત્સવ અંતર્ગત હોરી રસીયા ફૂલફાગનું આયોજન કરાયું છે. વૈષ્ણવાચાર્ય ગો.૧૦૮ ગોવિંદરાયજી મહારાજ તથા ગો.૧૦૮ મધુસુદન લાલજી (શ્રી રૂચિર બાવાશ્રી)ના મંગલ સાનિધ્યમાં મહાવદ અગિયારસને બુધવારે બપોરના ૪ થી રાત્રીના ૧૧:૩૦ વાગ્યા સુધી “વસંતધામ ૧૫૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે, ધોળકિયા સ્કૂલના સામેના ગ્રાઉન્ડમાં, રાજકોટ ખાતે હોરી-રસિયા-ફૂલફાગનું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે.
મહોત્સવ અંતર્ગત પ્રારંભમાં બપોરે ૪ વાગ્યે પૂ.મહારાજના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય થશે, તેમજ પૂ.મહારાજના વચનામૃત થશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ વાગ્યે મહાપ્રસાદ બાદ રાત્રે ૮ વાગ્યે હોલી-રસીયા-ફુલફાગ બનાવવામાં આવશે.
આ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ધડુક (માનનીય સાંસદ સભ્ય પોરબંદર), મોહનભાઈ કુંડારીયા (સાંસદ સભ્ય), ગોવિંદભાઈ પટેલ મંત્રી, જયેશભાઈ રાદડીયા (ગુજરાત રાજ્ય કેબીનેટ મંત્રી), મનસુખભાઈ સાવલીયા-વ્રજ જેરામભાઈ વાડોલીયા (ગોવર્ધન ગૌ-શાળા) વિગેરે આવશે.
હોલી રસિયા ફૂલફાગના મહોત્સવમાં ધર્મપ્રેમી ભાઈ-બહેનોને સહપરિવાર પધારવા તેજસભાઈ બોસમીયા, સુરેશભાઈ નડીયાપરા, જેરામભાઈ વાડોલીયા, મહેશભાઈ નડીયાપરા, વ્રજદાસ લાઠીયા, નિકુંજ નડીયાપરા, આનંદ નડીયાપરા અને મેહુલ ભગત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.