રસિયાગાન તથા સાથી વૃંદ ફૂલફાગનો આનંદ પ્રસ્તુત કરશે
કેબિનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્યો તથા ઠાકોર સાહેબની વિશેષ ઉપસ્થિતિ
વૈષ્ણવાચાર્ય ગોવિંદરાયજી મહારાજ તથા ગો.૧૦૮ મધુસુદન લાલજી (રૂચિર બાવા)ના મંગલ સાનિઘ્યમાં શ્રીનાથજીના પાટોત્સવ મહાવદ-૭ કાલે રાત્રે ૯ થી ૧ર વસંતધામ પ્રદ્યુમન સ્કૂલ કરણપરા ચોક ખાતે હોરી-ફૂલફાગ તથા રસિયાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
શ્રીનાજીના પાટોત્સવના શુભ અવસરે વસંત મહોત્સવ અંતર્ગત પ્રારંભમાં રાત્રે પૂ.મહારાજશ્રીના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય થશે તથા આરતીના દર્શનની ઝાંખી થશે તેમજ વધાઇ કિર્તન તથા મહારાજના વચનામૃત થશે. ત્યાર બાદ રસિયાગાન કમલેશભાઇ બાંગાવાળા એવં સાથી વૃંદ દ્વારા રસિયા ફૂલફાગનો આનંદ પ્રસ્તુત કરવામાં આવશે.
આ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે સાંસદ રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, નગર પ્રાથમિક શીક્ષણ સમિતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ગોપાલ નમકીનવાળા બીપીનભાઇ હદવાણી, રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઇ ઝીંઝુવાડીયા, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, સુખાભાઇ કોરડીયા, ગોપાલભાઇ બગડાઇ (ફર્ન હોટલ) ભાયાભાઇ સાહોલીયા વિગેશે પધારશે. હોરી-ફૂલફાગ-રસિયાના કાર્યક્રમની માહિતી આપવા માટે અરવિંદ પાટડીયા, મેહુલ ભગત, ઉમેશ જોશી, રાજુભાઇ ઉનડકટ, હેમંતભાઇ નડીયાપરા, સી.જે. ગૃપના રાજેન્દ્રભાઇ, પિયુષભાઇ રાણપરા નવનીત ગોહેલ અબતકની મુલાકાત લીધી હતી.