સંભવિત તાઉ-તે વાવાઝોડાની અસરોને પહોંચી વળતા માટે જામનગર મહાનગરપાલિકાની ટીમ સતર્ક બની છે. જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા તાઉ-તે વાવાઝોડા થકી જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તે માટે અનેક પગલાંઓ લેવાઈ રહ્યા છેતંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામા આવી છે.
વોર્ડવાઇઝ જુદી જુદી ટીમો બનાવી અત્યાર સુધીમાં શહેરના તમામ સ્થળોએથી જોખમકારક હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.સાથે સાથે જોખમી વૃક્ષો તથા જર્જરિત ઇમારતો પણ દૂર કરવામાં આવી રહી છે.ડ્રેનેજ તથા નદી-નાળાના વહેણમાંથી કચરો દૂર કરી ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે.
તેમજ જોખમી ઇમારતો નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. જ્યારે વાવાઝોડા સામે મક્કમતાથી સામનો કરવા માટે જામનગર ની 108 ની ટીમ સ્ટેન્ડબાય રહેશે. જ્યારે પણ વાવાઝોડાનો સામનો કરવો પડે ત્યારે જામનગરની કુલ 22 એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ સહિત જરૂરી સાધન સામગ્રી સાથે 108ની ટીમ તૈયાર છે અને કોઈ પણ પરિસ્થિતિમાં કામગીરી કરવા માટે સજ્જ છે.જયારે તાઉ-તે વાવાઝોડાની પરિસ્થિતિને જોઇને નાગરિકો દ્વારા પણ ઘરમાં જરૂરી અનાજ સહિત સાધન સામગ્રી એ વસ્તુઓની પણ તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે.