વર્લ્ડકપની 34મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે વેસ્ટ ઇન્ડિઝને મેચ જીતવા 269 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 268 રન કર્યા છે. વિરાટ કોહલી ટૂર્નામેન્ટમાં સતત ચોથી ફિફટી ફટકારતાં 72 રન કર્યા હતા.
આ દરમિયાન તેણે ઇન્ટરનેશનેલ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રનનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો હતો. ઓપનર રોહિત સસ્તામાં પેવેલિયન ભેગો થયો પછી રાહુલે 48 રન કર્યા હતા. તેણે ફરી એક વાર સારી શરૂઆતને મોટો સ્કોરમાં કન્વર્ટ કરી ન હતી. તે પછી ધોની અને પંડ્યાએ છઠી વિકેટ માટે 70 રન ઉમેર્યા હતા.
પંડ્યા 46 રને આઉટ થયો તે પછી ધોનીએ ફિનિશિંગ ટચ આપતા 61 બોલમાં 3 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 56 રન કર્યા હતા.વિન્ડીઝ માટે કેમર રોચે 3 વિકેટ, જયારે હોલ્ડર અને શેલ્ડને 2-2 વિકેટ લીધી હતી.