પર્યુષણ પર્વના પાંચમા દિવસે જૈનોના ૨૪માં તીર્થકર એવા ભગવાન મહાવીરની જન્મ કલ્યાણકની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ચાંદી બજાર ખાતેના શેઠજી જિનાલય ખાતે ભગવાન મહાવીરના જન્મ સમયે માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નોની ઉછામણી કરવામાં આવી હતી. અને જીન શાસનમાં કલ્પસૂત્રનું વાચન કરવામાં આવ્યું હતુ. તમામ જિનાલયોમાં પણ ભગવાન મહાવીરના ૧૪ સ્વપ્નો ઉતારવામાં આવ્યા હતા.
કોરોનાના કારણે તમામ જિનાલયો સાદગી ભર્યા માહોલમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉછામણી કરવામાં આવી હતી. તમામ જિનાલયો ને રોશનીથી શરગારવામાં આવ્યા હતા. પ્રતિ વર્ષ જિનાલયોમાં વ્યાખ્યાન માળા અને ભાવના હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જિનાલયોમાં વ્યાખ્યાન માળા કિલપના માધ્યમથી યોજાઈ હતી.