હાલ ગુજરાતના સોશ્યલ મિડિયા પર ‘રઘવાયો થયો’, ‘હડકાયો થયો’ના વાતાવરણ વચ્ચે ધોરાજીમાં ધોળા દિવસે ભરબજારે શ્ર્વાન વાસ્તવીક‚પે હડકાયો થતા ૩૦ જેટલા મહિલા-પુરુષો અને બાળકોને બચકા ભરી લેતા ભારે સનસનાટી મચી જવા પામી છે.
ધોરાજી પ્રાંત કચેરી ખાતે આવી ચડેલા હડકાયા શ્ર્વાને પ્રાંત કચેરીમાં કામ સબબ આવેલા ૪ વ્યક્તિને બટકા ભર્યા બાદ શહેરના મુખ્ય ગણાતા ગેલેકસી ચોક તરફ દોટ મુકી રસ્તા પર જતા-આવતા જે રાહદારી મળ્યા તેને બટકા ભરી લેતા સમગ્ર ગેલેકસી ચોકમાં નાસભાગ મચી જવા પામી હતી. અંદાજે ૩૦ જેટલા મહિલા-પુરુષ-બાળકોને બટકા ભરી ભાગતા હડકાયા શ્ર્વાન પાછળ લોકોએ દોટ લગાવીને હજુ વધારે લોકોને ઈજા પહોંચાડે તે પૂર્વે તેનું રામનામ સત્ય કરી નાખ્યું હતું. કુતરાના આતંકથી ઈજા પામેલા ધોરાજી તેમજ અન્ય ગ્રામ્ય કે શહેરોના ૨૩ જેટલા ઈજાગ્રસ્તોએ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર મેળવી હતી. તેમજ એ.આર.એસ. નામક ઈન્જેકશન લેવા માટે તમામ ૨૩ ઈજાગ્રસ્તોને જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ૨૩ જેટલા લોકોએ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા.