પ્રથમ વિજેતાને 2.51 લાખ, રનર્સ અપને 1.25 લાખનું ઈનામ ક્રિકેટર હર્ષલ પટેલના હસ્તે વિતરણ
અમદાવાદતા.2 SGVP ગુરુકુલ અને સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુરુકુલના ગ્રીનરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા.28 એપ્રિલથી 5 જુન દરમ્યાનરમાયેલી ગુજરાતની સૌથી મોટી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે પ જુનના રોજ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી,અધિક પોલિસ કમિશ્નર અસારી,આઇપીએલ ક્રિકેટ પ્લેયર હર્ષલ પટેલ તેમજ શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામી,ધર્મજીવન હોસ્ટેલના રેકટર જાલમસિંહ રાવલની તેમજ સાત હજાર ઉપરાત ક્રિકેટ રસિકોની ઉપસ્થિતિમાં જીપીએલ – 11 નું સમાપન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ટેનિસ બોલમાં ભારતભરમાંથી 96 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ટેનિસ બોલમાં ફાઇનલ મેચમાં રોકી 11 ઇઅમદાવાદ ટિમે સાંઇ હરસિદ્ધિ અમદાવાદ ટીમને પાંચ વિકેટે હરાવતા રુપિયા 2,51000/-નું માતબર ઇનામ અને ટ્રોફી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પોલિસ કમિશ્નર અસારી અને આઇપીએલ ક્રિકેટર હર્ષલ પટેલ અને નરશીભાઇ પટેલના હસ્તે આપવામાં આવેલ.તેમજ દ્વિતીય નંબરે સાંઇ હરસિદ્ધિ ક્રિકેટ ટીમને 1,25,000/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
મેનઓફ ધ સીરીઝ રાકેશ કહર સાંઇ હરસિદ્ધિ ને 25,000/- રોકડ પુરસ્કાર અને ટ્રોફિ અને ગીફ્ટ,તથા બેસ્ટ બેટ્સમેન રવિ પટેલને 15,000/- રોકડ પુરસ્કારઅને બેસ્ટ બોલર મનિષ ઓડને 15,000/- રોકડ પુરસ્કાર એનાયતકરવામાં આવ્યા હતાં.
જીપીએલ 11 ની તમામ જવાબદારી કુંજવિહારી સ્વામીની આગેવાની નીચે ઘનશ્મામભાઇ સુવા,ભરતભાઇ પટેલ,માલદેવ કેશવાલા,કલ્પેશભાઇ પટેલ અને રમેશ પંડયાએ સંભાળેલ.આ સમાપનમા હાજર રહેલ આઇપીએલ ક્રિકેટર હર્ષલ પટેલને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે વિદેશ સત્સંગ વિચરણ કરી રહેલ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રથમ વિજેતા ટીમ,રનર્સ અપ ટીમ તથા આ ટુર્નામેન્ટમા જેજે ટીમોએ ભાગ લીધેલ તે તમામન અભિનંદન સાથે શુભાશિર્વાદ આપ્યા હતા.