રાજકોટ વિભાગીય મેનેજર પરમેશ્ર્વર ફુંકવાલ દ્વારા ‘મેન ઓફ ધ મંથ’ પુરસ્કાર આપી સન્માન

રાજકોટ મંડળના સાત કર્મચારીઓનું રેલવે સલામતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યુ છે. જેમાંથી એક રેલ કર્મીને જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા અન્ય છ કર્મીચારીઓનું રાજકોટ વિભાગીય મેનેજર પરમેશ્ર્વર ફુંકવાલ દ્વારા ‘મેન ઓફ ધ મંથ’ એવોર્ડ આપી સન્માન કરાયું છે.

વિશેષ માહીતી આપતા સીનીયર ડીસીએમ અભિનવ જૈફએ જણાવ્યું હતું કે ડીસેમ્બર 2020 અને જાન્યુઆરી 2021ના મહિના દરમ્યાન રેલવે સેફટીમાં ઉતમ કામગીરી કરવા, જાગૃત અને સાવચેતીપૂર્વક કામ કરવા બદલ રાજકોટ ડીવીઝનના આ કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વર્ચ્યુઅલ માઘ્યમથી ધનજી સોમ (ગેટમેન-દ્વારકા)નું સન્માન કરાયું હતુ. અન્ય છ કર્મચારીઓને ડીઆરએમ પરમેશ્ર્વર ફુંકવાલ દ્વારા વ્યકિતગત રૂપે એવોર્ડ અર્પણ કરાયો હતો.

અભિનંદનકુમાર  (પેટ્રોલમેન-રાજકોટ), અઝીઝખાન વાઇ (સીનીયર સેકશન એન્જીનીયર, કેરેજ અને વેગન-હાપા), વિજયસિંહ બી. સરવૈયા (ગાર્ડ- સુરેન્દ્રનગર), ઓ.પી. મીના (લોકો પાઇલટ- સુરેન્દ્રનગર), વિજયકુમાર (સીનીયર સેકશન એન્જીનીયર-કનાલુઆસ) પ્રદિપકુમાર (પેટ્રોલમેન-રાજકોટ) વગેરે એ ડીઆરએમ એવોર્ડ મેળવ્યો છે. ઉ5રોકત તમામ કર્મચારીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ રેલવે મેનોએ જાગૃતાપૂર્વક કામ કરીને રેલ અકસ્માત અટકાવવા:, અલિયાબાડા, હાપા સ્ટેશન વચ્ચે રેલવે વેલ્ડમાં ફેકચર જોઇને સબંધી અધિકારીઓને માહિતગાર કર્યા.

વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. ડીઆરએમ પરમેશ્ર્વર ફુંકવાલે એવોર્ડ મેળવનાર તમામ રેલવે કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. આ તકે રાજકોટ મંડળના સીનીયર પરિચાલન પ્રબંધક આર.સી. મીણા, વિભાગીય ઇજનેર ઇન્દ્રજીત કૌશિક, સહાયક વિભાગીય સુરક્ષા અધિકારી સુરીલ ચૌહાણ  ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.