શાસન અને સંઘની વૈયાવચ્ચમાં અગ્રેસર બનજોની શીખ
ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શ્રી નરભેરામ પાનાચંદ મહેતા-ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજીત પૂ. ધીરગૂરૂદેવના સાંનિધ્યે શ્રી સ્થા. જૈન મોટા સંઘ-વિરાણી પૌષધશાળાના નવોદિત પ્રમુખ હરેશભાઈ વોરા સહિત સંઘ સેવકો પધારતા રાજેશ વિરાણીએ આવકાર્યા હતા.
કુમકુમ તિલક કરી પેંડાથી વધામણા કર્યા બાદ સમુહમાં ડુંગરસિંહ સ્વામી અંતરયામી સ્તુતિ કરીને ગુરૂદેવે જણાવેલ કે,નિદ્રાવિજેતા, એકાવતારી ડુંગરગુરૂદેવે ગોંડલ સંપ્રદાયની સ્થાપના કરી મહા ઉપકાર કરેલ છે. જેમ ગોંડલ ગાદીના ગામનું (ગૌરવ ધરાવે છે. તેમ રાજકોટ મોટા સંઘનું ગોંડલ સંપ્રદાયમાં અદકેરૂ નામ છે. પંચમહાવ્રતધારી સંત-સતીજીઓની વૈયાવચ્ચમા કચાશ ન રહે તે માટે સજાગ રહેવાનું ભૂલશો નહિ. સંઘ શકિત મહાન છે. સારા કાર્યમાં સદાયે સપોર્ટર બનજો.
ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના પૂર્વ સભ્ય અને મોટાસંઘના ભીષ્મ પિતામહ સમા રજનીભાઈ જી.બાવીસીએ હરેશભાઈ વોરાનું ખેસ અને પાઘડીથી સન્માન કર્યા બાદ સંઘ સેવકોનું સન્માન કરી સહુ વિજેતાઓને બિરદાવ્યા હતા.