- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગ્રેટર ચેમ્બર બીઝનેસ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર
- વેપાર જગતના દિગ્ગજો ઉપરાંત રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને કર્તવ્ય નિષ્ઠા એવોર્ડથી સન્માનિત કરાશે
- ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું આજે આયોજન: સામાજિક, રાજકીય અને ઉદ્યોગ જગતના મહાનુભાવોની રહેશે ખાસ ઉપસ્થિતિ
રાજકોટ વેપાર ઉદ્યોગના વિકાસ સાથે સતત કાર્યરત રહેતી હેતલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે તારીખ 17 સપ્ટેમ્બરે દુનિયાભર માં નામ રોશન કરનાર 11 ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 17ના રોજ સાંજે છ વાગે સયાજી હોટલ મોકાજી ચોક ખાતે યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અબતકની મુલાકાતે આવેલ ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશી ધનસુખભાઈ વોરા ,ઉપેન્દ્રભાઈ મોદી, ઈશ્વરલાલ બાંભણીયા અને રમેશભાઈ ઝાલાવાડીએ વિગતો આપતા જણાવેલ કે કોરોના કાળમાં ભયંકર બે વર્ષની હાડમારી ભોગવી ઉઘોગકારો ફરી પાછા તેની કુનેહ બેઠા થયા છે. અને આગળ વધી રહ્યા છે.
તે જ રીતે છેલ્લા બે દાયકાામાં દેશ અને દુનિયામાં રાજકોટ અને સૌરાષ્ટ્રનું નામ પોતાના ઉદ્યમી સ્વભાવથી તેની નવી નવી પ્રોકડટ દ્વારા વિદેશી આઇટમોના પડકાર સામે ચેલેન્જ સ્વીકારી હરીફાઇનો સામનો કરી અડીખમ ઉભા રહ્યા છે. તેવા ઉઘોગપતિઓ અન વેપારીઓ, મહિલા ઉદ્યમીઓ, સેવા સમર્પિત સાધકોનું સમયે સમયે સન્માન કરવું તે આપણી ફરજ છે અને તેવા સાહસિકો અન્ય માટે પ્રોરણા સ્ત્રોત બનશે અને આ 11 ઉઘોગપતિઓને એવોર્ડ અર્પણ કરવા શમેશેરસિંગ ડે. ડાયરેકટર અમદાવાદ સર્કલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બી.એલ. મીના ચીફ ઇન્કમટેકસ કમિશ્નર અમિત અરોરા મ્યુનિ. કમિશ્નર અનિલકુમાર જૈન, ડી.આર. એમ. રેલવે જે.એમ. બિસ્નોઇ આઇ.ટી.એસ. જોઇન્ટ ડાયરેકટર ડીજીએફટી સ્વાતિ અગ્રવાલ, આસીસ્ટન્ટ ડાયરેકટર એમ.એસ.એમ.ઇ. વિભાગ, રિઘ્ધેશ રાવલ જોઇન્ટ કમિશ્નર એસ.જી.એસ.ટી. કે.વી. મોરી ના હસ્તે જેમના હસ્તે આ ગ્રેટર બિઝનેસ આઇકોન અર્પણ કરવામાં આવશે.
સંસ્થાના ચેરમેન ધનસુખ ભાઇ વોરા અને વાઇસ ચેરમેન કાંતિભાઇ જાવીયાએ ગ્રેટર રાજકોટ ચેમ્બર અલફ કોમર્સ આયોજન કરવા જઇ રહી છે. જે એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉઘોગપતિમાં (1) રમેશભાઇ ટીલારા ચેરમેનશ્રી શાપર વેરાવળ ઇન્ડ. એસો. (ર) મનસુખભાઇ પાણ, ચેરમેન હાઇબોન્ડ સિમેન્ટ (ઇ) પ્રા.લી. (3) અમૃતલાલ કે. ભોરદીયા ચેરમેન એમ.ડી. શ્રી રવિ ટેકનો ફોર્જ (4) હરીશભાઇ જે. લાખાણી ચેરમેન ડી.એમ. એલ. ગ્રુપ ઓફ કંપનીઝ (પ) જયેશભાઇ સી. શાહ ચેરમેનશ્રી એમ.ડી. સોનમ કલોક લી. મોરબી (6) રૂપેશભાઇ મહેતા ચેરમેન, એમ.ડી. મેકપાવર સી.એન.સી. મશીન લી. (7) અચ્યુતભાઇ પ્રફુલભાઇ જસાણી એમ.ડી. શ્રી આનંદ ઇન્ટશનેશનલ (8) પ્રવિણસિંહ કે. વાઘેલા ડિરેકટર ફાઇન થ્રેડ ફોર્મ ઇન્ડસ્ટ્રીજ (9) રાજેશભાઇ પી. માલવીયા પ્રોપરાઇટશ્રી મીરા (ઇન્ડીયા) ફેશનલ જેતપુરના ઓને સન્માનીત કરવામાં આવશે.
સંસ્થાના ઉપપ્રમુખો ઇશ્ર્વરભાઇ બાંભોલીયા, રમેશભાઇ ઝાલાવાડીયા અને કિરીટભાઇ આદ્રોજા વધુમાં જણાવેલ છે કે ખુબ જ ટુંકા ગાળામાં રાજકોટ શહેર અને જીલ્લામાં કાયદો, વ્યવસ્થા, સલામતી, શાતિ સ્થાપવામાં પોતાની કુનેહથી પ્રજાના હદ્રયમાં સ્થાન મેળવનાર બાહોશ અધિકારીઓ 10 અરૂણ મહેશ બાબુ કલેકટર રાજકોટ, તથા 11 રાજુ ભાર્ગવ આઇ.પી.એસ. એડીશનલ જનરલ ઓફ પોલીસ, નિષ્ઠા સન્માન એન્ડ થી સન્માનીત કરવામાં આવશે. આ પ્રસંગે વિનોદકુમાર અરોરા ડી.જી.એમ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા તથા નિરજ જોષી એ.જી.એમ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને અન્ય અધિકારીઓ ખાસ ઉ5સ્થીત રહેશે.
કારોબારીના તમામ સભ્યો મનસુખભાઇ પાંભર, સુનીલભાઇ વોરા, મયુરભાઇ શાહ, હિતેશભાઇ વિઠલાણી, હર્ષદભાઇ ખુંટ, સંજયભાઇ મહેતા, વિનયભાઇ સાકરીયા, નરેન્દ્રભાઇ મહેતા, અંકિતભાઇ કાકડીયા, દેવાંગભાઇ પીપળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, હેલમભાઇ કામદાર મનોજભાઇ વરમોરા તપા વોરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
- વેપાર ઉદ્યોગના વિકાસ માટેના ચેમ્બરના પ્રયાસો અને નવી ટીમની મહેનત સમાજ માટે આશિર્વાદરૂપ બની રહી છે: ધનસુખભાઈ વોરા -ચેરમેન
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 11 ઉદ્યોગપતિઓ નું સન્માન કરવામાં આવનાર છે સંસ્થા ના ચેરમેન ધનસુખભાઈ વોરાએ જણાવેલ કેમ્બર વેપાર ઉદ્યોગના વિકાસ માટે સતત કાર્યરત છે અત્યારની નવી ટીમ દ્વારા કરવામાં આવતા રત્નાત્મક કાર્યો અને પ્રયાસો સમાજ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે.
- ગ્રેટર રાજકોટ ચેમ્બરનો આ સન્માન સમારોહ યાદગાર બની રહેશે: રાજુભાઈ દોશી
દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર 11સમાજ શાસ્ત્રી ઉદ્યોગપતિ ના ગ્રેટર રાજકોટ ચેમ્બર ના સન્માન સમારોહ ઉદ્યોગ જગત માટે યાદગાર બની રહેશે ચેમ્બરના પ્રમુખ રાજુભાઈ દોશી એ જણાવેલ કે ઉદ્યોગપતિઓના સાહસને બિરદાવાની આપણી ફરજ છે કપરા સંજોગોમાં પડકારોનો સામનો કરનારા રાષ્ટ્ર માટે આ મહાનુભાવો અને સન્માનવાનું આ કાર્યક્રમ ઉદ્યોગિક જગત માટે યાદગાર અને પ્રેરક બની રહેશે
-
વેપાર ઉદ્યોગ જગતના 9 દિગ્ગજો