શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓનું સન્માન કરાયું

પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજના મુજબ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત તા.11 થી 13 માર્ચ દરમ્યાન રાજયના તમામ જીલ્લા અને  મહાનગરમાં વિવિધ ક્ષે ત્રમાં ઉત્કૃષ્ઠ પ્રગતિ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાઈ રહયો હોય તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ કિરણબેન માકડીયાની અધ્યક્ષ્ાતામાં અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરે ન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ,  રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી રક્ષ્ાાબેન બોળીયા, પ્રદેશ ભાજપ

મહિલા મોરચાના કારોબારી સભ્ય રમાબેન હેરભા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કમલમ  કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચા ધ્વારા શહેરના વિવિધ ક્ષે ત્ર જેમકે, પ્રબુધ્ધ, સેવાકીય, શૈક્ષ્ાણિક, વ્યવસાય, સાહસી, સાંસ્કૃતિક,રમતગમત, એન.જી.ઓ. ચલાવતા બહેનો, ડોકટર, વકીલ, શિક્ષ્ાક, સરકારી યોજનાઓ પર નોંધનીય કાર્ય કરતા, મનોરંજન, પત્રકારત્વ, વગેરે  ક્ષે ત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરી પ્રગતિ કરનારા બહેનોને સુષ્મા સ્વરાજ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.

Screenshot 6 19

જેમાં શહેરના રમત-ગમત ક્ષે ત્રે નોંધપાત્ર યોગદાન આપનાર નંદિતાબેન અઢીયા, દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાથે સંકળાયેલા   પુજાબેન પટેલ,નિરાધાર બાળકોની સંસ્થા સાથે સંકળાયેલા દિપીકાબેન પ્રજાપતી, શહેરના ખ્યાતનામ ડો. નિતાબેન ઠકકર, વર્ષોથી શૈક્ષ્ાણિક ક્ષે ત્ર સાથે સંકળાયેલા હેલીબેન ત્રિવેદી, સાંસ્કૃતીક-કલા જગતના રે ણુકાબેન યાજ્ઞીક, બ્રહમાકુમારી સંસ્થાના અંજુદીદી, યોગ ક્ષે ત્રે નિશાબેન ઠુંમર, વકીલાત ક્ષે ત્રે સંકળાયેલા ભાવનાબેન જોષીપુરા, ઝુંપડપટૃી વિસ્તારના લોકો માટે ઉત્કર્ષ નું કામ કરતા શેફાલીબેન મિશ્રા સહિતના અગ્રણી મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમાં સુષ્મા સ્વરાજ એવોર્ડ મેળવાનાર તમામ મહિલાઓનો પિરચય શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ આપેલ.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન  કરતા કિરણબેન માકડીયાએ જણાવેલ  કે આજની નારી ખરા અર્થમાં સશક્ત અને સક્ષ્ામ બની છે.મહિલા સશક્તિકરણનું પહેલુ પગથીયુ છે યોગ્ય શિક્ષ્ાણ. સારૂ શિક્ષ્ાણ જ સ્ત્રીઓને સશક્ત બનાવે છે ત્યારે  આજે શિક્ષ્ાણ ક્ષે ત્રમાં પણ નારી મહત્વનું યોગદાન આપી રહી છે તેનું આપણને ગૌરવ છે.આજે ગુજરાત સરકાર મહિલા કલ્યાણલક્ષ્ાી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર બની રાહબર બન્યુ છે.

આ તકે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ જણાવેલ કે આઝાદીના આ અમૃતકાળ માં નારીશક્તિ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવુ યોગદાન આપી પ્રગતિના સોપાનો સર કરી રહી છે ત્યારે  નારી ચેતનાની ઝળહળ જયોતનું અજવાળું પિરવાર, સમાજ અને દેશના બધા ખૂણાને અજવાળે છે અને નારીમાં નવી ઉર્જાનો સંચાર થાય છે ત્યારે  મહિલા સશક્તિકરણ એટલે કે સ્ત્રીઓને પુરૂષની જેમ જ સમાજના દરે ક હક,સન્માન, તક અને સમાજ જવાબદારી આપવાનું ગૌરવ ભાજપ સરકારે  આપેલ છે.જે આપણા માટે ગૌરવની વાત છે.

આ તકે વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહએ પ્રાશંગિક ઉદબોધન કરે લ. આ તકે આ તકે સુષ્મા સ્વરાજ એવોર્ડ થી સન્માનિત થયેલ સર્વે મહિલાઓએ શહેર ભાજપ મહિલા મોરચા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારો, વોર્ડના મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ,મહામંત્રી તેમજ કારોબારી સભ્યો સહિતના બહેનો ઉપસ્થિત રહયા હતા.

રાજકોટના 10 જુદા જુદા ક્ષેત્રના મહિલાઓને સન્માનિત કરાય છે : કિરણબેન માકડીયા

અબતક સાથેની વાતચીતમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો રાજકોટ દ્વારા સુષ્મા સ્વરાજ એવોર્ડ આપવામાં આવ્યો છે.જેમાં રાજકોટના 10 જુદા જુદા ક્ષેત્રના ગૌરવવંતા કાર્ય કરેલ મહિલાઓને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે આ તકે મહિલા મોરચાની 18 વિંગમાંથી તમામ સદસ્યો,કોર્પોરેટરો,હોદ્દેદારો હાજર રહ્યા છે.

આ એવોર્ડ એનાયત કરવાથી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે : બીનાબેન આચાર્ય

અબતક સાથેની વાતચીતમાં બીનાબેન આચાર્ય જણાવે છે કે,પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજરોજ મહિલા દિવસ અંતર્ગત સમાજમાં મહિલાઓ દ્વારા જે શ્રેષ્ઠતમ કાર્ય કરવામાં આવ્યા છે તેમને સુષ્મા સ્વરાજ એવોર્ડથી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.જેમાં મહિલા મોરચાની મહિલાઓ જોડાઇ છે મહિલાઓને તેમના અધિકારો માટે સુષ્માજીએ ખૂબ જહેમત ઉઠાવેલ તથા અગાઉ પણ તેમણે કુશળતા સાથે વહીવટ કરી સંચાલન કર્યું છે જેથી બહેનોને પ્રેરણા મળે તે માટે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

મહિલા મોરચાના તમામ સદસ્યો હાજર રહ્યા છે :ડો.દર્શિતાબેન શાહ 

અબતક સાથેની વાતચીતમાં રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ જણાવે છે કે આજરોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે તથા સ્ત્રી સશક્તિકરણ માટે સુષ્મા સ્વરાજ એવોર્ડ આપવામાં આવ્યો છે અલગ અલગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી તથા સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર મહિલાઓને આજરોજ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ તકે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના તમામ સદસ્યો હાજર રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.