લોકડાઉન દરમ્યાન ઉત્કૃષ્ટ કાર્ય કરી સેવા ફરજ બજાવનાર ૩૮ રેલકર્મીઓનું પુરસ્કાર સાથે સન્માન કરવાની જાહેરાત પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનનો અધ્યક્ષા તનુજા કંસલે કરી હતી. આ તમામ ૩૮ કર્મીઓને છત્રી, સ્ટીલ થર્મસ, ડીપ ફીજર્સ વગેરે આપવામાં આવ્યા હતા.
કોરોના વાઇરસ મહામારીમાં પશ્ચિમ રેલ્વેના કર્મચારીઓનુ અદ્દભૂત સમર્પણ અને સંપૂર્ણ પ્રતિબધ્ધતાથી કરેલા ઉલ્લેખનીય કાર્યને બિરદાવવા તમામ વિભાગના ૩૮ કર્મીઓને રૂ.૨૦૦૦ લેખે કુલ ૭૬,૦૦૦ રોકડ રકમ આપી સન્માનિય કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન પશ્ર્ચિમ રેલ્વેએ શ્રમિક પાર્સલ સ્પેશ્યલ ટ્રેન દોડાવી ઘણા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન હમેશા સામાજિક કલ્યાણ અને સેવા પ્રવૃતિઓ તથા રેલ્વેના ઉત્કૃષ્ટ કર્મચારીઓને પ્રેરિત કરવા અગ્રેસર રહે છે.
તે મુજબ પશ્ચિમ રેલ્વેની જગજવન રામ હોસ્૫િટલના ૨૫૦ પેરોમેડિકલ સ્ટાફને કુલ ૫૦,૦૦૦ રૂ.ના સ્ટીલ થર્મસ, મુંબઇ ડિવિઝનના ૪૩૨ ટ્રૈક મેઇન્ટરોને કુલ ૧ લાખ રૂપિયાની છત્રીઓ તેમજ ડીપ ફિજર્સનુ દાન આપવામાં આવ્યુ છે.