મુંબઈના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં રાજકોટના ટ્રસ્ટી તરીકે અતુલ કોઠારીની નિમણૂંક
દશા સોરઠિયા વણિક વિદ્યાલયમાં ૩૭ વર્ષથી બોમ્બેના ટ્રસ્ટીઓ ફરજ બજાવે છે. ત્યારે રાજકોટ ખાતે અતુલ કોઠારીની નિમણૂંક કરાઈ છે. આ વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને તમામ સુવિધાઓ મળી રહે તેમજ સા‚ ભોજન મળી શકે એ રહેલો છે.રાજકોટની દશા સોરઠિયા વણિક વિદ્યાલય ખાતે ખાસ ટ્રસ્ટીઓની તેમની છેલ્લા ૩૭ વર્ષની ઉમદા કામગીરી તથા હોસ્ટેલના છોકરા-છોકરીઓને પ્રોત્સાહિત કરવા અને સારી સુવિધા ઉપલબ્ધ કરાવા બાબતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મૂળ મુંબઈનાં ટ્રસ્ટીઓ ખાસ રસ લઈને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રાજકોટ આવ્યા હતા. વરિષ્ઠ ટ્રસ્ટી એવા મુકુંદ ધોળકિયાએ “અબતક સાથેની વાતચિતમાં નવયુવાનો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પૈસા કરતાં પણ સારું ભણતર અગત્યનું છે. જો ભણતર સારું હશે તો તેઓ વધુ સારી પ્રગતિ કરી શકશે, જે આ વિદ્યાલયમાંથી મેળવશે તો અમે ખુશીની લાગણી અનુભવીશું. આ ઉપરાંત રાજકોટમાં ખૂબ સારી કામગીરી કરવા બદલ ટ્રસ્ટી તરીકે નિમણૂંક પામેલા અતુલભાઈ કોઠારી જણાવે છે કે તેઓની પાંચ લોકોની ટીમ છેલ્લા છ મહિનાથી અથાગ પ્રયત્નો અને કામ કરી રહી હતી. આથી ટ્રસ્ટી મંડળે તેમની આ કામગીરીને બિરદાવવા તથા પ્રોત્સાહિત કરવા તેમની ટ્રસ્ટી તરીકેની નિમણૂંક કરી છે. વધુમાં રાજકોટના બાળકોને પ્રોત્સાહન મળે તે માટે તે જણાવે છે કે, તેઓ બાળકો સાથે સમયાંતરે ચર્ચાઓ કરે છે. શિક્ષણ તથા અન્ય ક્ષેત્રમાં આગળ વધે તે માટેના તમામ પ્રયાસોમાં પુરતો સહયોગ આપવામાં આવે છે તથા ઘણી વખત આર્થિક રીતે નબળા બાળકોની ફી માફ કરી તેમને શિક્ષણ આપી મદદ‚પ થવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષાઓ રાખવામાં આવે છે.ભુપતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાના સમય કરતા હવે આજે શિક્ષણનું સ્તર સાવ બદલાય ગયું છે. પહેલા માત્ર એસ.એસ.સી., બી.કોમ., બી.એસસી., પુરતું થઈ જતું હતું. જયારે આજે તો હવે સીએ, સીએસ વગેરે જેવા ક્ષેત્રો બાળકો માટે ઉપલબ્ધ થયા છે. ઉપરાંત હવે લોકો ચંદ્ર તથા મંગળ સુધી પહોંચી શકયાની વાત છે ત્યારે એ કક્ષાનું શિક્ષણ હજુ આપણે ત્યાં બાળકો સુધી પહોંચ્યું નથી. આથી નવી ટેકનોલોજી કે શિક્ષણ જે આપણે ત્યાં ઉપલબ્ધ નથી એનો વિકાસ થાય અને લોકો બાળકો સુધી પહોંચી તેઓ ભાગ લઈ શકે તે જ‚રી છે.