છેલ્લા છ મહિનાથી દેશ-વિદેશથી સેવાયજ્ઞમાં જોડાયેલા સત્સંગીઓને આજે સન્માનીત કરાશે, પૂ. બ્રહ્મવિહાર સ્વામી દ્વારા પ્રેરક પ્રવચનનું પણ આયોજન
મહોત્સવમાં પ્રદર્શન ખંડોનું દરરોજ સ્કુલના વિઘાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા દર્શન કરાય છે જેનાથી તેઓ ધન્યતા અનુભવે છે
પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મદિવસની ઉજવણીનોઆજે ચોથો દિવસ છે. આજના દિવસેપ્રાંત પુજનદર્શન બાદ વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે ત્યારબાદ સાંજે સંત પ્રવચનનુભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
જેમાં બ્રહ્મવિહારી સ્વામી સ્વામીનારાયણ સંપ્રદાય અનેપ્રમુખસ્વામી મહારાજ વિશે પ્રેરક વાતો કરશે. આ સાથે છે છેલ્લાકેટલાક સમયથી આ સેવા યજ્ઞ સાથે જોડાયેલા સત્સંગીનો સહાયક સન્માન સમારોહનું આયોજન પણકરવામાં આવ્યું છે.
પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં રહેલા સાધુસંતોએ સમગ્ર વિશ્વમાં ભ્રમણ કર્યુ છે. અને આ સાધુ સંતોની વાતો સાંભળીતે તેમના વાણી અને વચનોના પ્રભાવ હેઠળ કેટલાક લોકો સત્સંગી થયા આ સત્સંગીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પોતાનો વ્યવસાય કે કામમાંથી સમય કાઢી સેવાયજ્ઞમાં જોડાયા છે.આ સત્સંગી સહાયકોનું આજે સન્માન કરવામાં આવશે.
મહત્વનું છે કે વિશ્વના ખુણે ખુણેથી ડોકટરર્સ, એન્જીનીયર, જેવા વ્યવસાયસાથે જોડાયેલા લોકો આ અવિરત સેવા યજ્ઞમાં જોડાયેલા છે. અને સ્વામી નારાયણ નગરમાં છેલ્લા છ મહિનાથી સેવા આપે છે તેમની આ સેવાને બિરદાવવા આજે તેમનું સન્માન કરવામાંઆવશે.
મહત્વનું છે કે ગઇકાલે પ્રમુખ સ્વામી મહારાજનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૯૮મો જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.મહોત્સવ દરયિમાન મહંત સ્વામીએ કહ્યું હતું કે આખુ વિશ્વ સંપીને રહે એવી અમારી ઇચ્છા છે.
પ્રમુખ સ્વામી મહારાજ સંત પરમ હિતકારી હતા.એ એકદમ સાચી વાત છે. આવા મહા પુરૂષોનો ભેટો કયારેય થયો નથી. સંપ, સુહ્રદભાવ રાખવો એમ દ્રઢ ઇચ્છાહતી. એકબીજા હીત થાય એવી શુભ ભાવના રાખવી તો જ સત્સંગ સોળે કળા એખીલી ઉઠશે.
સ્વામીનારાયણ નગરમાં આજે સેવા યજ્ઞનો ૪થો દિવસ છે. ત્રણ દિવસ દરમિયાન ૧૦૦ સ્કુલોના ૧પ હજારકરતા વધુ વિઘાર્થીઓ અને પ૦૦ કરતા વધારે શિક્ષકોએ પ્રદર્શન ખંડો નિહાળ્યા જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના મહાન સંતોના નામ પર ખંડોના દર્શન થયા જેમાં ખાસ કરીને ભારતાનંદ ખંડ,નિર્વ્યસની જીવન જીવવાની પ્રેરણા આપતો મુકતાનંદ ખંડ, સેવામાં જ સુખનો સંદશે આપતો સેવાનંદ ખંડ વિઘાર્થીઓ તથા શિક્ષકોને ખુબ જ ગમ્યોહતો.
મહોત્સવ દરમિયાન દરરોજ સવારથી સ્કુલના વિઘાર્થીઓપ્રદર્શન ખંડો જોવા માટે આવે છે. પ્રદર્શન ખંડ અને પ્રમુખસ્વામીના જીવન ચરિત્ર પર પ્રેઝન્ટેશન નિહાળી અભિભૂત થયા છે. આ સાથે દરરોજ સાંજે મહંત સ્વામી દ્વારા યોજાતી સભાનો એક લાખ કરતાં પણ વધારે સત્સંગી લાભ લે છે.
સ્વામી નારાયણ નગરનું આકર્ષણ ગણાતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો અદભુત નજારો નિહાળવા પણ લોકો ઉમટી પડે છે.મહોત્સવના પ્રારંભથી અત્યાર સુધી ચાર લાખ કરતાં પણ વધુ લોકો મુલાકાત લઇ ચુકયા છે. અને હજી દેશ-વિદેશથી હરિભકતોનોપ્રવાહ અવિરત ચાલુ છે.
સ્વામીનારાયણ માં પ્રદર્શન ખંડમાં સેવાકીય પ્રવૃતિકરતાં ૧પ૦ ગાઇડ દ્વારા પ્રદર્શન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં પ્રદર્શન અને દર્શનનો લાભ લેતા હરિ ભકતોકે સ્કુલના બાળકોને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડતી નથી. આવિશાળ ભૂમિ પર હરિભકતો ખરા તન, મન અને ધનથી સેવા યજ્ઞમાં જોડાયાછે. જેઓનું આજે સાંજે સન્માન કરવામાં આવશે.
કિર્તીદાન ગઢવી અને ઓસમાન મીર દ્વારા કાલે સુરસંગત
પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મદિવસની ઉજવણીના ભાગ‚પે સ્વામિનારાયણ નગરમાં ૧૧ દિવસનુંભવ્યાતિભવ્ય આયોજન છે ત્યારે આવતીકાલે રવિવારે સાંજે સુરસંગીતનો કાર્યક્રમ રાખવામાંઆવ્યો છે.
જેમાં ઓસમાણમીર અને કિર્તીદાન ગઢવી દ્વારા સંતવાણીઅને ભજન સંઘ્યાનું આયોજન છે. સવારે પુજા-દર્શન બાદ સાંજે ૭:૩૦ વાગ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવશે. જેમાં ઓસમાન મીર અને કિર્તીદાન ગઢવી દ્વારાપ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્રને સુર દ્વારા ચરિતાર્થ કરાશે. કિર્તીદાન ગઢવી અને ઓસમાન મીર દ્વારા ધુન-ભજન અને સંગીતનોકાર્યક્રમ યોજાશે.
જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત પ્રમુખસ્વામી મહારાજના ૯૮ જન્મ દિવસની અંગ્રેજી કેલેન્ડરપ્રમાણે ઉજવણી કરવામાં આવી જેમાં સંત પરમ હિતકારીની નૃત્યનાટીકા પ્રસ્તુત કરવામાં આવીઆ સાથે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનોપણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સત્સંગીઓદ્વારા વિવિધ કાર્યક્રમો અને ડ્રામાનું મંચન કરવામાં આવ્યું જેને જોઇને ઉ૫સ્થિત લોકોમુગ્ધ થઇ ગયા મહત્વનું છે કે આ દ્વિશાતાબ્દિ મહોત્સવમાં દેશ-વિદેશથીલોકો સેવાયજ્ઞમાં જોડાયા છે.