જૈન સમાજના ધો. ૧ થી ૧૧ ના તેજસ્વી તારલાઓને સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ ભેટ સ્વરુપે આપી સન્માનીત કરાયા
માંડવી ચોક જૈન દેરાસર ખાતે જૈન સમાજના ધો. ૧ થી ૧૧ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે જૈન સમાજના દાતાઓ તરફથી વિઘાર્થીઓને સ્કુલ બેગ સહીતની વસ્તુઓ ભેટ સ્વરુપે આપી
સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૫ વર્ષથી કાર્યક્રમમાં અમુલ્ય સાથ સહકાર આપનાર જૈન શ્રેષ્ઠીઓ અને દાતાઓના પણ આ તકે મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું.
આ અવસરે જીતુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી વિઘાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાય છે. સૌ વિઘાર્થીથી આ કાર્યક્રમ શરુ કરેલો અને આજે પંદરમાં વર્ષે એક હજાર વિઘાર્થીના સન્માનનો કાર્યક્રમ થઇ રહ્યો છે. આજે ૧ થી ૧૧ ધોરણમાં અભ્યાસ કરતા જૈન બાળકો આજે સન્માન છે. ત્યારે આજે સ્કુલ બેગ, અને તેની સાથે અભ્યાસ લગતી જે વસ્તુઓ છે તે આપવામાં આવશે.
વધુમાં પ્રોજેકટ ચેરમેન માસુમભાઇ રામાણીએ જણાવ્યું હતું કે બાળકોને પ્રોત્સાહન મળે અને
આગળ પણ એ સારી રીતે અભ્યાસ કરી અને સમાજ માતા-પિતા અને દેશને મદદ કરે અને તેની અંદરની શકિત છે તે વધુ ખીલીને બહાર આવે તે માટે આજે તેજસ્વી બાળકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.