કૃષી, રમતગમત, સાહિત્યકલા, ઉદ્યોગ અને સમાજ સેવકોનું પૂ. મોરારીબાપુના હસ્તે સન્માન
ફુલછાબ દૈનિકનો ૯૯ વર્ષ થયા છે. ત્યારે છેલ્લા ૯ વર્ષથી ફૂલછાબ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. અલગ અલગ ક્ષેત્રનાં પાંચ એવા વ્યકિતઓને જેઓએ શ્રેષ્ઠ કામ કર્યું હોય તેમને ફૂલછાબ દ્વારા એવોર્ડથી સન્માનીત કરાયા હતા કૃષિ, રમત ગમત, સાહિત્યકલા, ઉદ્યોગ, સમાજસેવા આ પાંચેય ક્ષેત્રોમાં કાર્ય કરનારને પૂ. મોરારી બાપુના હસ્તક એવોર્ડ આપવામાં આવ્યા હતા. શહેરના હેમુગઢવી હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મોરારીબાપુના વકતવ્યનું પણ શ્રવણ કર્યું હતુ. આ તકે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેમાં અનુપમભાઈ દોશી, કિરીટભાઈ આસોદરીયા, મૌલેશભાઈ ઉકાણી, કાંતીભાઈ સોનછત્રા અને હાર્વિક દેસાઈને પૂ. મોરારીબાપુ એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.
વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પ્રવૃત્તિ સમાજ સમક્ષ મૂકીએ છીએ: કૌશિકભાઈ મહેતા
કૌશિકભાઈ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ફુલછાબનો ૯૦માં વર્ષમાં પ્રવેશ થયો ત્યારે એક વિચાર આવ્યો કે આપણે બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ પરંતુ જે લોકો સમાજ માટે કંઈક કરે છે. તે લોકોને આપણે સન્માનીત કરીએ. એટલે પાંચ કેટેગરી કૃષિ, રમત ગમત, સાહિત્યકલા, ઉદ્યોગ સમાજ સેવા એ ક્ષેત્રનાં પાંચ વિરલાઓને શોધીને સમાજ સમક્ષ એમને મૂકીએ છીએ એમની જે પ્રવૃત્તિ છે. તે સમાજ સમક્ષ લઈ જઈએ છીએ અને એમાંથી લોકો પ્રેરણા લે અને કાર્ય કરે અમે નસીબદાર એ માટે છીએ કે મોરારીબાપુ આ કાર્યક્રમ માટે ખાસ તારીખ ફાળવે છે. કથા હોય કે બીજુ કામ હોય પરંતુ આ કાર્યક્રમ માટે સમય ફાળવે છે. ગુજરાતી પત્રકારત્વમાં આ એક નવો અભિગમ છે.
પૂ. મોરારીબાપુ આવીને સમારોહની ગરીમા વધારે છે: નરેન્દ્રભાઈ ઝીબા
નરેન્દ્રભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નવ્વાણુ વર્ષના ઉંમરે ઉભેલું આ અખબાર ફૂલછાબ જન્મભૂમિ ગ્રુપના અનેક અખબારો પૈકીનું આ એક અખબાર સમાજને સાથે રાખીને નવમાં એવોર્ડ કાર્યક્રમમાં પાંચ વિરલાઓને આવકારે છે. સન્માનીત કરે છે. ખૂબ આનંદની વાત એ છેકે પૂ. મોરારી બાપુ દર વર્ષે આવી અમને આશિર્વાદ આપી એવોર્ડની ગરીમા વધારે છે.
મને સેવા ક્ષેત્રનો એવોર્ડ મળતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું: અનુપમ દોશી
અનુપમ દોશી સેક્રેટરી વિવેકાનંદ યુથ કલબ રાજકોટ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ. રાજકોટ ખાતે અમે છેલ્લા ઘણા વર્ષથી સાંસ્કૃતિક રચનાત્મક, સામાજીક માનવતાવાદી પ્રવૃત્તિઓ બધા મિત્રો ભેગા મળી કરીએ છીએ સમાજને કઈક આપવાની ભાવનાથી આ કાર્ય કરીએ છીએ આજે ફુલછાબ દૈનિક દ્વારા પૂ. મોરારી બાપુની ઉપસ્થિતિમાં મોરારીબાપુના હસ્તે સેવાક્ષેત્ર માટે ફૂલછાબ એવોર્ડ મને મળ્યો છે. માટે હું ખૂબજ હર્ષની લાગણી અનુભવું છું.