કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું ખાસ સન્માન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી દેશની એક્તા અને અખંડિતતા તેમજ લોક્તંત્રની રક્ષાના સિધ્ધાંતોને લઈને દેશની રાજનીતિમાં કાર્યરત પાર્ટી છે. ભાજપના કાર્યર્ક્તાઓ દેશનું હિત હંમેશા મહત્વનું રહયું છે. દેશને આતંક્વાદથી મુક્ત કરવાનું આંદોલન હોય, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે માટેની લડાઈ હોય કે સ્વ. ઈન્દીરા ગાંધી દ્વારા રપ જૂન, 1975માં લદાયેલ કટોકટી સામે લોકશાહીનું આંદોલન હોય ભાજપાએ દેશના હિતમાં પિર શ્રમશીલ બની સમયે સમયે પોતાની ભુમિકા ભજવી છે અને દેશહિત માટે કામ ર્ક્યુ છે ત્યારે તા.ર પ જૂન- કટોકટી દિવસ અંતર્ગત મીસાવાસી અને જનસંઘ વખતના કાર્યર્ક્તાઓનો સન્માન કાર્યક્રમ પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર .પાટીલની અધ્યક્ષ્તામાં રાખવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગર માંથી જનસંઘના વરીષ્ઠ કાર્યર્ક્તાઓ વજુભાઈ વાળા, જનકભાઈ કોટક, ભુપતભાઈ દવે, ગીરીશભાઈ ભટૃ કે જેઓએ કટોકટી કાળ દરમ્યાન આંદોલનમાં સક્રિય રહી જેલવાસ ભોગવેલ હતો તેનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર .પાટીલજીની અધ્યક્ષતા ન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ મહાનગર માંથી આ વરિષ્ઠ કાર્યર્ક્તાઓના પ્રબંધક તરીકે શહેર ભાજપના પૂર્વ મંત્રી રઘુભાઈ ધોળકીયાએ જવાબદારી સંભાળેલ હતી.