ભુદેવ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ: ૧૫૧ દિકરીઓને તુલસીના રોપા આપી સન્માન કરાયું
ભુદેવ સેવા સમિતિ દ્વારા સતત ૧૧માં વર્ષ સમસ્ત બ્રહ્મસમાજના ૫૫૧ તેજસ્વી બાળકોને પારિતોષીત તથા ૧૫૧ દિકરીઓને તુલસીના રોપાઓનું વિતરણનો ભવ્ય કાર્યક્રમ બ્રહ્મપુરી, દિવાનપરા, જૂની ખડપીઠ, રાજકોટ ખાતે યોજાયેલ હતો.
કાર્યક્રમમાં દિપ પ્રાગટય સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજના માર્ગદર્શક અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, સતર તાલુકાના પ્રમુખ મહેશભાઈ ત્રીવેદી, શ્રી ગોળ માળવીય બ્રહ્મસમાજના પ્રમુખ શિરીષભાઈ ભટ્ટ, દિલીપભાઈ જાની, શૈલેષભાઈ પંડયા, બ્રહ્મપુરીના ટ્રસ્ટી પંકજભાઈ રાવલ, જીતેન્દ્રભાઈ ત્રીવેદી, ડો. રાજેશભાઈ ત્રીવેદી તથા ડો.તેજસભાઈ ત્રીવેદી (સીવીલ હોસ્પિટલ રાજકોટ)ના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ગોળ માળવીય બ્રહ્મસમાજના પ્રમુખ શિરીષભાઈ ભટ્ટે સંસ્થા દ્વારા કરવામાં આવેલ નવી જ પહેલ જેમાં બ્રહ્મસમાજની દિકરીઓ ને તુલસીજીના રોપાનું વિતરણ ને ખૂબજ પ્રસન્નીય કાર્ય ગણાવીને બિરદાવેલ હતા.
અંતમાં ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઈ ત્રીવેદી જણાવેલ કે આ કાર્યક્રમનું ઐન્કરીંગ દિલીપભાઈ જાની દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતુ તથા વિશાલભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિદ્યાર્થી સન્માન સમારંભનું સંચાલન નિરજભટ્ટ તથા તેની યુવા પાંખ ટીમ વિમલ અધ્યારૂ, જીજ્ઞેશ ત્રીવેદી, યજ્ઞેશ ભટ્ટ, જયભાઈ ત્રીવેદી, વિશાલભાઈ માનવ વ્યાસ, અશોક મહેતા, રાજ દવે,વિરલ જોષી, સંદીપ પંડયા, જયોતીન્દ્ર પંડયા, પરાગ મહેતા, હીરેન શુકલ, મેહુલ ભટ્ટ, ભરત દવે, પ્રશાંત ઓઝા, મીત જાની, પૂજન પંડયા, મીત ભટ્ટ વગેરેએ જહેમત ઉઠાવી હતી.