ઉંઝા ખાતે માં ઉમિયાજીના સાનિઘ્યમાં લક્ષચંડી મહાયજ્ઞનું વિશાળ ફલક પર આયોજન કરવામાં આવેલ છે. જેમાં માતાજીની આસ્થા અને અડગ વિશ્ર્વાસ સાથે રાજકોટના મનીષભાઇ પટેલ (બોડા) રાજકોટથી ઉંઝા સાયકલ યાત્રા કરેલ જેમાં તેઓ એ ૩૨૫ કી.મી. સાયકલ નો પ્રવાસી કરી ઉંઝા ખાતે મા ઉમીયામાં તે ને માથુ ટેકવેલ તેઓને પગનો દુખાવો હોઇ અને બલ્ડ પ્રેસર હોઇ અને મેડીકલી સાયકલ પ્રવાસ માટ ફીટ ન હોવા છતાં માતાજી પર શ્રઘ્ધા અને વિશ્ર્વાસથી પ્રવાસ પૂર્ણ કરેલ ઉપરાંત તેઓ છેલ્લા ૧ર વર્ષથી દર વર્ષે રાજકોટથી સીદસર પગપાળા માં ઉમીયા માતાજીના દર્શને જાય છે. તેઓ સિઘ્ધનાથ ટ્રસ્ટ સાથે સેવાકીય પ્રવૃતિઓ માં પણ જોડાયેલ છે. તેઓ દર્શન કરી પરત આવેલ ત્યારે ટ્રસ્ટના મેહુલભાઇ મહેતા, ડો. રાજેશભાઇ ત્રિવેદી, ડો નીમીશભાઇ મુંગરા, દીપકભાઇ ત્રિવેદી, મનીષભાઇ ત્રિવેદી, સમીરભાઇ રાવલ, રુશીભાઇ પરમાર, દ્રશ્યકાન્તભાઇ જોશીએ તેઓને સન્માનીત કરેલ અને તેઓની માતાજીની અડગ ભકિતને બીરદાવેલ.
Trending
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક
- શું તમારી પણ વારંવાર રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય છે..?
- લોકસભામાં વક્ફ બિલ 2 એપ્રિલે થશે રજુ