મનીષ પટેલે ૧૨ વખત રાજકોટથી સીદસર પગપાળા યાત્રા કરી છે
ઉંઝા ખાતે માં ઉમિયાજીના સાનિધ્યમાં લક્ષ ચંડી મહા યજ્ઞનું વિશાળ ફલક પર આયોજન કરવામાં આવેલ છે. જેમાં માતાજીની આસ્થા અને અડગ વિશ્ર્વાસ સાથે રાજકોટના મનીષભાઈ પટેલ (બોડા) રાજકોટથી ઉંઝા સાયકલ યાત્રા કરેલ જેમાં તેઓએ ૩૨૫ કીમી સાયકલનો પ્રવાસ કરી ઉંઝા ખાતે માં ઉમીયામાંને માથુ ટેકવેલ તેઓને પગનો દુ:ખાવો હોઈ અને બ્લડ પ્રેસર હોઈ અને મેડીકલી સાયકલ પ્રવાસ માટે ફીટ ન હોવા છતાં માતાજી પર શ્રધ્ધા અને વિશ્ર્વાસથી પ્રવાસ પૂર્ણ કરેલ ઉપરાંત તેઓ છેલ્લા ૧૨ વર્ષથી દર વર્ષે રાજકોટથી સીદસર પગપાળા માં ઉમિયા માતાજીના દર્શને જાય છે. તેઓ સિધ્ધનાથ ટ્રસ્ટ સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલ છે. તેઓ દર્શન કરી પરત આવેલ ત્યારે ટ્રસ્ટના મેહુલભાઈ મહેતા, ડો. રાજેશભાઈ ત્રિવેદી ડો. નીમીશભાઈ મુગરા, દીપકભાઈ ત્રિવેદી, મનીષભાઈ ત્રિવેદી, સમીરભાઈ રાવલ, શીભાઈ પરમાર, દુષ્યંતભાઈ જોશીએ તેઓને સન્માનીત કર્યા હતા.