રાજકોટ શિવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૩ મેની કૈલાશ માનસરોવરની યાત્રામાં ૨૦૦થી વધુ ભાવિકો જોડાયા
શહેરના શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરી આવેલ શ્રધ્ધાળુઓનો અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલાવડ રોડ પર આવેલા ફિલ્ડ માર્શલ ગોવાણી ક્ધયા છાત્રાલયમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી ૧૩ તથા ૨૬ મે થનારી કૈલાશ માનસરોવરની યાત્રામાં જોડાનાર શ્રધ્ધાળુઓને યાત્રા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
શહેરમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૈલાશ માન સરોવરની યાત્રા ગત વર્ષે પૂર્ણ કરેલા ભાવિકો જયશ્રીબેન, ચંદુભાઈ કનસાગરા, પરસોતમભાઈ ફળદુ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. શ‚આત ભગવાન શિવની આરતી કરી ત્યારબાદ ભાવેશભાઈ ગૌસ્વામી દ્વારા શિવતાંડવનું નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.
‘અબતક’ સાથે વાત કરતા મુળવિરસિંહએ જણાવ્યું કે, આ યાત્રામાં કોઈ જાતનો ડર નથી. યાત્રા કરવી એ જીવનનો લ્હાવો છે. સમગ્ર યાત્રા દરમ્યાન પિકનીક જેવો અનુભવ થયો હતો. વધુમાં જણાવ્યું કે, સરોવર પાસે તેમજ કૈલાશ પર્વત પાસે પહોંચી ત્યારે ખુબજ અલગ અનુભુતિ થાય છે.ભાવનાબેન ખારેચાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કૈલાશ યાત્રાએ ખુબજ પવિત્ર છે. માન સરોવર પહોંચતા સ્વર્ગ જેવી અનુભુતિ થાય છે અને આ પહેલા પણ બે વખત યાત્રા કરી હતી અને હજુ પણ વારંવાર ત્યાં જવાની ઈચ્છા થાય છે.
આ સાથે આ કાર્યક્રમમાં આગામી તા.૧૩ મે અને ૨૬ મે થનારી કૈલાશ માનસરોવરની યાત્રામાં કુલ ૨૦૦ જેટલા ભક્તો જોડાયા છે. જેમાં ૧૩ મે એ હેલીકોપ્ટર દ્વારા તેમજ ૨૬મી મેએ બસ દ્વારા યાત્રિકો માન સરોવર પહોંચશે. ડો.યશવંત ગૌસ્વામીએ ‘અબતક’ને જણાવ્યું હતું. આ સાથે જ આગામી યાત્રામાં જોડારનાર ભક્ત હિરલબાએ જણાવ્યું કે યાત્રીકોના મનમાં ઉભા થતા તમામ પ્રશ્ર્નો અને સ્વાસ્થ્યની બાબતોને લગતા પ્રશ્ર્નો ડો.યશવંતભાઈ ગૌસ્વામી સાથે વાત કરતા દૂર થયા અને આ યાત્રામાં માત્ર એટલું ધ્યાનમાં રાખવું કે ત્યાંના વાતાવરણ પ્રમાણે ગરમ કપડા અને રેઈનકોટ સાથે રાખવા સહિત અનેક તમામ વસ્તુનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.