શ્રેષ્ઠ શિક્ષકોને ચાણકય એવોર્ડ, બ્રહ્મસમાજના ૧૧ તરગોળના પ્રમુખનું સન્માન અને વિદ્યાર્થીઓના સન્માનના ત્રિવિધ કાર્યક્રમને લઈ આયોજકો અબતકને આંગણે
ભુદેવ સેવાના એક જ મંત્ર સાથે શરૂ થયેલી સંસ્થા ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત નવમાં વર્ષે રાજકોટ શહેરના બ્રહ્મ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે બ્રહ્મ રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામા આવશે. જેમા રાજકોટ શહેરમાં રહેતા તમામ તરગોળના બ્રહ્મ પરિવારના બાળકો ફોર્મ ભરી શકે છે.
ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે ધો.૧ થી પીએચડી સુધીના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હોય તેમને સંસ્થા દ્વારા શિલ્ડ, મેડલ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. વિશેષમાં આ વર્ષ સમસ્ત બ્રહ્મસમાજના તરગોળના અગીયાર પ્રમુખોનું સવિશેષ સન્માન કરવામાં આવશે. તકે આયોજકો એ અબતકની મુલાકાત લીધી.
જે વધુમાં વધુ પારિતોષીત સમારંભના પ્રોજેકટ ઈન્ચાર્જ નિરજ ભટ્ટ તથા વિશાલ ઉપાધ્યાય જણાવે છે કે જે વિદ્યાર્થીઓને ૬૦%થી ઉપર ગુણ મેળવેલ હોય તે વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ ડોકયુમેન્ટમાં જરૂરી માર્કશીટ, રેશનકાર્ડ તથા તેઓના ૨ ફોટા સાથે જોડવાના રહેશે.
ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. તે તો તાત્કાલીક ધોરણે ભૂદેવ સેવા સમિતિ, ગોલ્ડન પ્લાઝા, ઓફીસ નં. ૨૨૦, ટાગોર રોડ, રાજકોટ ખાતે ૨૦ ઓગષ્ટ પહેલા પોતાના બાળકોના ફોર્મ ભરી જવા સમય બપોરે ૧ થી ૩ સાંજના ૬ થી ૮ કાર્યાલય ખાતે સંપર્ક કરવો. વિદ્યાર્થી સત્કાર સમારહોને સફળ બનાવવા માટે ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઈન્ચાર્જ નિરજ ભટ્ટ અને વિશાલ ઉપાધ્યાયના નેજા હેઠળ માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, વિમલ અધ્યારૂ, ભાવિક મહેતા, રક્ષીત પંડયા, પ્રિત પંડયા, પાર્થ અધ્યારૂ, પ્રશાંત ભટ્ટ, મથુર વોરા, દિલીપ જાની વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.