કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવંદન પીઠાવાલા સાથે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા
અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભાજપમાં જોડાયા બાદ કેબીનેટ મંત્રી અને કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાનું મોહનભાઈ સરવૈયા હોલ રાજકોટ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવંદનભાઈ પીઠાવાલા સાથે રાજકોટ શહેર તથા જીલ્લાના કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના ભાગપે કોળી સમાજના આગેવાનો દ્વારા સાલ તથા ફૂલોના હાર વડે સન્માન કરવામાં આવ્યું હતુ. ભાજપમાંજોડાયા બાદ કેબીનેટ મંત્રી પદ ધારણ કરવા બદલ સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.
અખીલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી રમેશભા, પરમાર અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે,આજનો કાર્યક્રમ મોહનભાઈ સરવૈયા હોલ ખાતે અખિલ ભારતીય સમાજના રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે.
કુંવરજીભાઈ બાવળીયાનું હમણા જ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ થયો અને માત્ર ત્રણ જ કલાકમાં જેમને ગુજરાતનો ઈતિહાસ કહી શકીયે એવા સમયમાં, કુંવરજીભાઈ બાવળીયાએ ભાજપના શાસકો દ્વારા એમણે ગુજરાતનાં કેબીનેટ મંત્રી તરીકે જયારે નિયુકતી થઈ અને આ નિયુકતીને વધાવા માટે રાજકોટ શહેર અને જીલ્લાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજે સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
વધુમાં ગુજરાત રાજયનાં કેબીનેટ મંત્રી અને અખિલ ભારતીય સમાજના રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, અખિલ ભારતીય કોળી સમાજની આ સંસ્થા દિલ્હીથી રજીસ્ટ્રેશન થયેલી અને સમસ્ત કોળી સમાજનું આ એક જબરદસ્ત સંગઠન દેશના ૧૭ રાજયોમાં ચાલે છે.
દરેક રાજયોમાં કયાંક કોળી સમાજને ઓ.બી.સી.માં કયાંક એસ.સી.માં, કયાંક એવા આદિવાસી વિસ્તાર હોયતો ત્યાં એસ.ટી.માં ગણવામાં આવે છે.પરંતુ આ સંગઠન એવું છે કે તમામ કોળી સમાજને સાથે લઈને ચાલતુ અખીલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે.
આ સંગઠનમાં સમસ્ત કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવંદનભાઈ પીઠાવાલા અને ૧૪ રાજયોનાં કોળી સમાજના સૌવ આગેવાનોએ અને જે કાંઈ કાર્યકરણીના સદસ્યો છે. એ સૌવે મને એકાદ વર્ષ પહેલા કોળી સમાજના આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની જવાબદારી સૌથી હતી અને અગિયાર રાજયોમાં મેં પ્રવાસ કર્યો છે મોટા ભાગના રાજયોમાં આ સંગઠન ખૂબ સારી રીતે કાર્યરત છે. એજ પૈકી ગુજરાત રાજયનું સંગઠન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે.
સાથે રાજકોટ જિલ્લા અને તાલુકાઓમાં સૌવ સાથે મળીને જે આ સંગઠન ચાલી રહ્યું છે. એ આગામી દિવસોમાં સમાજના વિકાસ તથા સાથે મળીને એવા સામાજીક કાર્યો થતા હોય એમાં અખીલ ભારતીય કોળી સમાજનું સંગઠન કામ કરી રહ્યું છે. કયાંક વિદ્યાર્થીઓના સન્માનમાં હોય કયાંક સમુહ લગ્નો હોય ઉપરાંત શિક્ષણને લગતી યોજનાઓ હોય, તો એવા બધા કાર્યોની અંદર આ સંગઠન કાર્યરત છે.
રાજય સરકારે જયારે મને કેબીનેટ મંત્રીની જવાબદારી સોંપી છે. ત્યારે સ્વાભાવીક છે કેગુજરાતમાં પણ કોળી સમાજના લોકો નાની મોટી અપેક્ષાઓ રાખતા હોય, અને રાજય સરકાર પણ ખાસ કરીને કોળી સમાજના લોકોને પણ જયા મુશ્કેલી પડતી હોય અથવા તો કોઈ સમસ્યાઓ હોય, જેમ કે શિક્ષણ છે વગેરેમાં રાજય સરકાર પણ એ બાબતે હકારાત્મક દ્રષ્ટીકોણ અપનાવીને આ બાબતે આ કોળી સમાજના લોકોને મદદરૂપ થવા માટે એક સારો અભિગમ રહ્યો છે.
એટલે આ સંગઠન મારફતે જયારે રાજકોટ ખાતે સમસ્ત કોળી સમાજના મારા લોકો જયારે મા સન્માન કરી રહ્યા છે. ત્યારે સવિશેષ મારી જવાબદારી થાય છે. આગામી દિવસોમાં હું તમામ સમાજનાં પ્રતિનિધિ છું મંત્રી મંડળમાં બેઠા છીએ એટલે કોઈ એક જ્ઞાતિ કે એક સમાજના પ્રતિનિધિ નથી.
પણ જે સમાજમાં હું આવું છું એ સમાજના લોકો દિકરા દિકરીઓને ભણાવવા માટે શિક્ષણની જે સુવિધાઓ ઉભી થાતી હોય, એમાં જે કાંઈ આજના કાર્યક્રમમાં સમાજન લોકો તરફથી જે કાંઈ અપેક્ષાઓ હશે તે ચોકકસ હું રાજય સરકારના ધ્યાન પર મૂકીશ અને આ સમાજના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં રોજગારીના ક્ષેત્રમાં જે બેરોજગાર યુવાનો અને યુવતીઓ છે, એમને માર્ગદર્શન માટેની શિબિરોમાં વગેરેમાં જયાં મદદપ થઈ શકાય એવી જગ્યાએ છું પણ મદદપ થઈશ.
સાથોસાથ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ ચંદ્રવંદનભાઈ પીઠાવાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, કુંવરજીભાઈ બાવળીયાએ કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
અખીલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ સમગ્ર ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સમાજનું સંગઠન ઉભુ કરેલ છે. એ પણ કુંવરજીભાઈ બાવળીયાની સીરે જાય છે. અને એક સાચી વ્યકિતની પસંદગી કરીને સમાજે એમનું સન્માન કર્યું છે.
અને સમાજ જાગૃત થાય તથા તેમને વધુ સહકાર આપે તેમજ જે સમાજની અંદર સમાજલક્ષી કાર્ય કરે છે. તેમનું સન્માન થતુ રહે અને બીજાને તક મળે એ બદલ ખરેખર સમાજને અભિનંદન આપું છું સાથે સમાજની અંદર ઘણા ખરા પ્રશ્નો હાલ ઉભા છે. જેમાં કોળી સમાજ કયાંક આર્થિક અને શૈક્ષણીક રીતે થોડો નબળો છે. એટલે શૈક્ષણીક રીતે ઉપર આવે એના માટે પણ કુંવરજીભાઈ કેબીનેટ મંત્રી બન્યા છે.
એમના માધ્યમથી સમાજને શૈક્ષણીક બાબતમાં મદદ થતી હોય એના પર ધ્યાન આપીશું અને સમાજ સુધી પહોચાડીશું સાથે વ્યસન મૂકિતઓનો મુદો પણ લેશું વ્યસન મૂકિતનું પાલન થાય અને સમાજ ઉપર આવે, કુરિવાજો પણ ધણા છે. એના માટે પણ વિચારશું પરંતુ પ્રાથમિક પ્રશ્નોને પ્રાધાન્ય આપવું હોય તો શિક્ષણ છે, કારણ કે શિક્ષણ આપવાથી સ્વાભાવિક છે.
કે સમાજ નબળો હોય તે ઉપર આવી જશે. રોજગારી બાબતે પણ જેમ જેમ સમાજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરશે તેમ રોજગારીનાં પ્રશ્નોનો પણ ઉકેલ આવશે. કુંવરજીભાઈ અત્યારે સરકારમાં બેઠા છે. તેમના માધ્યમથી સમાજને જે કોઈ એમના દ્વારા કાયદાની અંદર રહીને કાર્ય કરી શકાતુ હોય તે સમાજ માટે અમે કરવાના પ્રયત્ન કરીશું.