જાનના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર દિવસ-રાત કામગીરી કરનારની પીઠ થાબડી: પોલીસ કમિશનર
કોરોના વાયરસને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તબકકાવાર લોકડાઉન કરવામાં આવેલું છે. જે લોકડાઉનમાં જાનના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર ધોમધખતા તાપમાં પ્રજાકીય અભિગમ દાખવી ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવા બદલ શહેરના આઠ મદદનીશ પોલીસ કમિશ્નરોનું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સન્માન કરી તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે રમઝાન ઇદની મુસ્લીમ બિરદારો ને શુભ કામના પાઠવી હતી.
વધુ વિગત સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારીને અટકાવવા ભારત સરકાર દ્વારા પ્રજાહીત અર્થે સમગ્ર લોકડાઉન જાહેર કરવામાં આવેલ જે લોકડાઉન સમય દરમ્યાન પોલીસની ખુબ જ મહત્વની ફરજો રહેલી હતી જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રજાહીત માટે લોકડાઉન સમય દરમ્યાન લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે માનવતા અભિગમ અપનાવી તેમજ લોકડાઉન ભંગ કરતા પોતાની જાહેર ફરજો નહીં બજાવતા શખ્સો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી જે સમગ્ર લોકડાઉન દરમ્યાન શહેર પોલીસમાં ફરજ બજાવતા મદદનીશ પોલીસ કમિશ્નર દ્વારા પોતાના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત જાળવી તેમજ લોકડાઉન ભંગ કરતા ઇસમોને પકડી પાડવા તેમજ લોકડાઉન નું ચુસ્ત પાલન કરાવવા માટે અલગ અલગ અભિગમ અપનાવી પોલીસ બંદોબસ્ત જળવાય રહે તે માટે ખુબજ સારુ સુપરવીઝન કરવામાં આવેલ હોય જેથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નર જે.એચ. સરવૈયા, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ, એચ.એલ. રાઠોડ મદદનીશ પોલીસ કમિશ્નર પૂર્વ વિભાગ, પી.કે. દીયોરા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ર્ચિમ વિભાગ, એસ.આર. ટંડેલ મદદનીશ કમિશ્નર ઉતર વિભાગ, જે.એસ. ગેડમ, મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ, બી.એ. ચાવડા મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફીક શાખા, જી.એસ. બારીયા મદદનીશ પોલીસ કમિશ્નર પોલીસ હેડ કવાર્ટસ, એસ.ડી. પટેલ મદદનીશ પોલીસ કમિશ્નર એસ.સી. એસ.ટી. સેલ અને જી.ડી.પલસાણા મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર ક્રાઇમઓએ કરેલી સારી કામગીરી બાબતે તેઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહીત કરવામાં આવેલી છે.
તેમજ રમઝાન માસ દરમ્યાન આજરોજ રમઝાન ઇદના દિવસે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મુસ્લીમ સમાજને ઇદની શુભકામના પાઠવામાં આવેલી છે. તેમજ મુસ્લીમ સમાજ દ્વારા તેઓના આ પર્વ પોતાના ઘરે રહી ઇદની ઉજવણી કરવામાં આવેલી અને પોલીસને સહકાર આપવામાં આવેલો છે તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત જાળવી લોકોની ભીડ એકઠી ન થાય તે માટે તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવેલા હોય લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવેલા જે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત જાળવી સારી કામગીરી કરવામાં આવેલી છે. જે બદલ પણ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવેલા છે.