બોર્ડમાં વિશિષ્ટપરિણામ લાવનાર વિધ્યાર્થીઓનેશિલ્ડશૈક્ષણિક કીટ આપાઈ
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા ૫૯માં પ્રતિભા સન્માન સમારંભનું આયોજન અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ધો.૧૦-૧૨માં પ્રથમ વર્ગ મેળવી ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર તથા બોર્ડમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર રઘુવંશી વિદ્યારત્નોનું સન્માન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૬૫%થી ઉચ્ચ ગુણાંક મેળવનાર સમાજના તમામ વિદ્યાર્થી રત્નોનું સન્માન કરાયું: અશોકભાઈ હિંડોચા
અબતક સાથેની વાતચીત દરમિયાન લોહાણા યુવક પ્રગતિ મંડળના સેક્રેટરી અશોકભાઈ હિંડોચાએ જણાવ્યું હતુ કે અમારા રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે ધો.૧૦ અને ૧૨માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરે. જેમાં ૬૫ ટકાથી વધુ આવેલ હોય તે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ આજે અમારો ૫૯મો પ્રતિભા સન્માન સમારોહ છે. ૩૨૭ પારિતોષીત છે. તેમાં ખાસ કરીને ૧૫ સ્પેશ્યલ પ્રાઈઝમાં ગોલ્ડ સીલ્વર તથા અગિયાર હજાર રોકડા આપવામાં આવશે. અમારા કાર્યક્રમમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વકીલો ઉપસ્થિત રહ્યા છે. વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે બીજી વસ્તુઓ જેમ કે ટીશર્ટ, કેરીબેગ વગેરે આપવામાં આવશે અમારા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
ધો.૧૨ સાયન્સમાં ૮૦% બદલ શિલ્ડ મળતા હું ખૂબ જ ખુશ છું: નિરાલી જોબનપુત્રા
અબતક સાથેની વાતચીત દરમિયાન નિરાલી જોબનપુત્રાએ જણાવ્યું હતુ કે મે ધો.૧૨ સાયન્સમા એ ગ્રુપ લીધું હતુ જેમાં મને ૮૦ ટકા અને ૯૩ પીઆર આવ્યા છે. હાલમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કરૂ છું. આજે અમારા લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા મને શિલ્ડ આપવામા આવ્યું છે. તેની મને ખૂબજ ખુશી છે. મને જેટલી ખુશી થ, છે.તેનાથી વધુ મારો પરિવાર ખુશ હતો. હું આજે જે કાંઈપણ છું તે મારા માતા પિતા દાદા દાદીના કારણે છું. તેમના સાથ સહકારથી જ હું આગળ વધી છું.
મારા દિકરીને શિલ્ડ મળ્યું તે અમારા પરિવાર માટે ગૌરવની વાત: અલ્કાબેન જોબનપુત્રા
અબતક સાથેની વાતચીત દરમિયાન અલ્કાબેન જોબનપુત્રાએ જણાવ્યું કે હું નિરાલીની મમ્મી છું આજે મારી પુત્રીને ધો.૧૨ સાયન્સમાં સારામાં સા‚ પરિણામ આવતા ખૂબજ આનંદની લાગણી અનુભવું છે. તેની મેનતનું આ પરિણામ છે.તેને ધો.૧૨ની શરૂઆતથક્ષ જ ખૂબજ મહેનત કરી હતી તેનીમહેનત લગનનુ આજ શ્રેષ્ઠ પરિણામ છે. કે અમારી જ્ઞાતી દ્વારા તેને સિલ્ડ આપી સન્માનીત કરવામાં આવી છે. આ અમારા પરિવાર માટે ગૌરવની વાત છે.
મારા માતા પિતાના સહયોગથી મને સન્માન મળ્યું છે: હેમાંગ નથવાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન હેમાંગ નથવાણીએ જણાવ્યું હતુ કે ધો.૧૨ સાયન્સમાં બોર્ડમાં બીજો ક્રમાંક આવ્યો છે. મને ૯૯.૯૮ પીઆર આવ્યા છે. આટલુ સા‚ પરિણામ મેળવવામાં મને મારા માતા પિતાનો ખૂબજ સહયોગ રહ્યો છે. ત્યારે આજે અમારી જ્ઞાતી દ્વારા અમારૂ સન્માન કરવામાં આવ્યું છે. જેથી હું ખુશ છું અને મારા માતા પિતા પણ ખુશ છે. મે કરેલી મહેનતનું આ પરિણામ છે. કે મને આજે સિલ્ડ મળ્યું છે.