ગિરનારની ભૂમિ પર ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દીક્ષા અંગિકાર કરવા થનગની રહેલા ૯ મુમુક્ષુઓના સંયમ ભાવોનું ગોંડલમાં સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં દીક્ષા અંગિકાર કરનાર ૯ મુમુક્ષુઓનું સન્માન કરતાં સમારોહનું આયોજન તા.૫ને ગુરૂવારે સવારનાં ૯.૩૦ કલાકે ગોંડલ સંપ્રદાયના ગાદીના ઉપાશ્રયમાં યોજાયું હતું
ગોંડલ સ્થિત પ્રગટ પ્રભાવક ગાદીના દર્શન અર્થે ગોંડલ પધારી રહેલા મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન બંધાર, મુમુક્ષુ નિરાલીબેન બંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ મિથ્થાબેન ગોડા, મુમુક્ષુ નિધિબેન મડિયા, મુમુક્ષુ દિયાબેન કામદારને આવકારવા શ્રી સંઘના ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો.
મહાસતીજી, તરૂબાઈ મહાસતીજી આદિ, સંઘાણી સંપ્રદાયના ઉષાબાઈ મહાસતીજી આદી સાધ્વીછંદ તથા પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી આદિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં દીક્ષાર્થીઓનું બહુમુલ્ય સન્માન કરાયું હતું.