કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા ગુજરાતીઓની ગાથા વર્ણવતુ પુસ્તકનું મહાનુભાવોની હાજરીમાં વિમોચન કરાયું
કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા ગુજરાતીઓની ગાથા વર્ણવતુ પુસ્તક ભારતીય નૌ સેનાના સેવાનિવૃત ઓફીસર મનન ભટ્ટ દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન રવિવારે અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે પ.પૂ. સ્વામીજી પરમાત્માનંદજી સરસ્વતી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો. વિજય દેસાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં ઉપસ્થિત માજી સૈનિકો દ્વારા કારગીલ યુધ્ધના ૧૨ શહીદોના પરિવારજનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ શહીદોના સન્માનમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૦૦થી પણ વધુ માજી સૈનિકો તેમના સૈન્ય મેડલ પહેરીને હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જનાબસિંહ જાડેજા, અમરશીભાઈ હાલપરા, ડી.ડી.ઠુંમર, કૌશીક પીપળવા, ધર્મેન્દ્રસિંહ વાળા, અશ્વિન ગજજર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
પૂર્વ નૌ સેનાના ઓફિસર મનન ભટ્ટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ગુજરાત નહી પરંતુ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવી યુધ્ધ કથાનું વિમોચન કરાયું છે. જેને સૈનિકોએ પોતાની વાર્તા જાતે સામે આવીને કહી છે. વાત એક એવા યુધ્ધની જેને ૨૦ વર્ષ પૂરા થાય છે. કારગીલ યુધ્ધ જે ૧૯૯૯માં લડાયુંહતુ જેને ૨૦ વર્ષ પુરા થયા કારગીલના યુધ્ધમાં ૧૨ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો શહીદ થયા તેની એક એવી યુધ્ધગાથા કે જેને વાંચતા ‚વાડા ઉભાથઈ જાયે તેવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આજે દરેક માજી સૈનિક ૧ હજારથી પણ વધુની સંખ્યામાં પોતાના મેડલ પહેરી સહ પરિવાર આવ્યા છે. અને ખાસ તો, એ જવાનો પણ હાજર છે. કે જે ૧૨ શહીદ જવાનોનો પરિવાર પણ અહી ઉપસ્થિત રહ્યા હતા.