રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, સરકારી નીતિઓ અને કોર્પોરેટ જગત સેવાની એક જ દિશામાં સાથે મળી કાર્ય કરે તે આજની નિતાંત આવશ્યકતા છે.અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે નેશનલ સી.એસ.આર. કોન્કલેવ- ૨૦૧૯ અંતર્ગત સી.એસ.આર. ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીઓને સન્માનવાના કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે, કોર્પોરેટ જગતની સી.એસ.આર.ની પ્રવૃત્તિઓ વ્યક્તિગત સાથે સમાજને બહેતર બનાવવા માટે ઉપયુક્ત બની રહે છે.રાજ્યપાલે જણાવ્યું કે, સમાજના છેવાડાના અને વંચિત છે તેવા લોકોનો હાથ ઝાલી વ્યક્તિ અને સમાજ, ગામને ચિરંતન અને ટકાઉ બનાવવા સી.એસ.આર. પ્રવૃત્તિ ઉપયોગી છે. તે વ્યક્તિ સાથે સમાજ ઉત્કર્ષ માટે પણ જરૂરી છે.

SPM 0105 1

આ અવસરે સસ્ટેઇનેબલ અને ઇમ્પેક્ટફુલ સી.એસ.આર. માટે એપોલો ટાયર્સ અને ચિનાર કેમિકલ્સને અને કોહેસીવ અને સ્ટ્રેટિજિક સી.એસ.આર. પ્રોજેક્ટ માટે ગુજરાત પીપાવાવ લિમિટેડને સી.એસ.આર. એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.રાજ્યપાલના હસ્તે સી.એસ.આર. ના ૭૦ કેસ સ્ટડીને સમાવતી કોફી ટેબલ બુક અને અર્બન પબ્લીક રેસ્ટ રૂમ નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના સી.ઇ.ઓ. ડી.થારાએ પ્રાસંગિક પ્રવચન કરી આજના દિવસે કરેલું મંથન અન્યોને પણ પ્રેરણા પૂરી પાડશે.આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી, કેન્દ્રીય જાહેર સાહસોના વિભાગના સચિવ મધુકર ગુપ્તા, કેન્દ્રીય વાણિજ્ય વિભાગના સચિવ જ્ઞાનેશ્વરસિંગ, અતુલ ફાઉન્ડેશનના સ્વાતીબેન, જી.એ.સી.એલ. પી.કે.ગેરા તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.