બ્રૃહદ રાજકોટ સ્થા. જૈન સંઘના ઉપક્રમે
વિરાણી પૌષધશાળા ખાતે ૨૦ ઓકટો.ના રોજ રાજકોટના દીક્ષાર્થી પલક બેન દોશીનું સન્માન કરાશે
બૃહદ રાજકોટ સ્થા. જૈન સંઘોના ઉપક્રમે વિરાણી પૌષધશાળા ખાતે તા.૨૦.૧૦ રવિવારે સવારે ૮ કલાકે વાંકાનેર નિવાસી હાલ રાજકોટ દીક્ષાર્થી કુ. પલકબેન નિમેષભાઈ દોશીનો સન્માન સમારોહ યોજાશે. કુ. પલકબેન આગામી ૧ ડીસે.ના ઘાટકોપર મોટા સંઘમાં દીક્ષા દાનેશ્ર્વરી પૂ. ધીરજમૂનિ મ.સાના વરદ હસ્તે શાસનચંદ્રીકા, જશ પરિવારના જયેષ્ઠા સાધ્વીરત્ના પૂ. હીરાબાઈ મ.સ., પૂ. જયોતિબાઈ મ.સ., પૂ. ભારતીબાઈ મ.સ.,ની સમીપે ભાગવતી દીક્ષા અંગીકાર કરશે.
તા.૧૯.૧૦ના ગોંડલ ગાદીના ગામે સન્માન અને તા.૨૦.૧૦ના સવારે ૭.૧૫ કલાકે કરણપરામાં આવેલા જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી ચોકથી શ્રીમાળી સર્યૂબેન કાંતિલાલ વિરાણી પરિવારના રાજેશ, કૌશિક, ચેતન પ્રેરિત દીક્ષાર્થીની શોભાયાત્રા અને ૮ કલાકે પૂ. સુશાંતમૂનિ મ.સા. તથા પૂ. હીરાબાઈ મ.સ., પૂ. વનિતાબાઈ મ.સ., આદિ, પૂ. રંજનબાઈ મ.સ. આદિ, પૂ. ભાનુબાઈ મ.સ. આદિ, પુ.પ્રભાબાઈ મ.સ., આદિ જશ ઉત્તમ પ્રાણ પરિવાર તથા પૂ. કિરણજી મ.સ. આદિ અજરામર સંપ્રદાય અને રાજકોટમાં બિરાજીત પંચમહા વ્રતધારીઓની નિશ્રામાં બૃહદ રાજકોટના સંઘોવતી સન્માન કરાશે.