પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા યોજાયો ૨૭મો વાર્ષિકોત્સવ

તાજેતરમાં પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા ૨૭ મો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો. જેમાં ૩૫૦થી વધારે બાળકો દ્વારા એક એકથી ચડીયાતી આઈટમો ફાધર થીમ, સોલ્જર થીમ, દોસ્તી થીમ, વંદેમાતરમ, જીમ્નાસ્ટીક, ઈન્ડિયન કલ્ચર, ફેશન શો, હોકી થીમ, બમ બમ બોલે, પંજાબી, રાજસ્થાની જેવી અનેક થીમ તથા છેલ્લી આઈટમ મા-બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી રજુ કરી આમંત્રિતોને ખુશ કરી દીધા હતા.

નેશનલ તથા ઈન્ટરનેશનલ લેવલે વિજેતા બાળકોને જેઓ ડ્રોઈંગ-ડાન્સીંગ-સ્કેટીંગ-યોગા જીમ્નાસ્ટીક-ડ્રામામાં બાળકોનું રાજકોટના મહાનુભાવોના હસ્તે મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મેયર બીનાબેન આચાર્ય, દેવાંગભાઈ માંકડ, સૌરાષ્ટ્ર યુનિ.ઉપકુલપતિ વિજયભાઈ દેસાણી, બ્રહ્માકુમારી સંસ્થાના અંજુદીદી, કિંજલદીદી, રેખાદીદી, કાશ્મીરાબેન નથવાણી, ગજેન્દ્રસિંહ રાઠોડ, રશ્મિબેન અઢિયા, ચિરાગભાઈ અઢિયા, જશુબેન વસાણી, વિજયાબેન વાછાણી, અલ્કાબેન કામદાર, રત્નાબેન સેજપાલ, ઉમા મેડમ, ડેપ્યુટી કલેકટર પ્રકાશભાઈ ડોબરીયા વગેરેએ ઉપસ્થિત રહી બાળકોની કલાને બિરદાવી હતી.

બેસ્ટ ફેમીલી એવોર્ડ ડો.નીરજ ભાવસાર, બેસ્ટ દાદી એવોર્ડ રશ્મિબેન અઢીયા તથા બેસ્ટ ઓફ ધ બેસ્ટ શૌર્ય ભાવસારને આપવામાં આવ્યો હતો. ડ્રોઈંગમાં જયદેવ સોનારા, અક્ષ આડેસરા, અંશ આડેસરા તથા વિયાન આડેસરા, સ્કેટીંગમાં આર્યા કારીયા, ડાન્સીંગમાં નમ્ર ધ્રાંધા, બેસ્ટ સ્ટુડન્ટ ઈન જીમ્નાસ્ટીક: વીયોના ભગદેવ, દીયાન પારેખ, ક્રિષા સાકરીયા, વિહાન, સંઘવી, યંગેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર: ખ્વાઈશ ગેરીયા, ટેલેન્ટેડ સ્ટુડન્ટ ઓફ ધ યર: પ્રથમ અઢીયા, બેસ્ટ સ્ટુડન્ટ ઈન નેશનલ ડાન્સીંગ એન્ડ સ્કેટીંગ: કુશ મહેતા, ખ્વાબ અંતાણી, દ્વિતી મહેતા, ખુશી ઉનડકટ, તન્વીર શેખ, આસ્થા અમીપરા, સીમરન તંતી, બેસ્ટ સ્ટુડન્ટ ઈન ઈન્ટરનેશનલ ડાન્સીંગ એન્ડ સ્કેટીંગ: નિર્વેદ બાવીસી, ઘ્વનીલ કાગડા, રાહી નાગવેકર, માહી દુદકીયા, નિસર્ગ કાગડા, મીત ગાંધી, પ્રેમ ગાંધી વિજેતા બાળકોને મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિપીનભાઈ વસાણી તથા શ્ર્વેતાબેન અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. બાન લેબ્સ પરિવાર મૌલેશભાઈ પટેલ, અઢીયા પરિવાર, કલ્યાણ જવેલર્સ તથા યુ ટર્ન તરફથી સર્વેને ગીફટ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.