મઘ્યપ્રદેશના મહુમાં તૈનાત બટાલીયનમાં કલાર્ક તરીકે કાર્યરત જવાનને
પાકિસ્તાનની મહીલાએ ફસાવતા સેનાની ગ્રુપ માહીતી આપી હોવાનો આરોપ
મઘ્યપ્રદેશના મહુમાં ફરજ બજાવતા એક જવાનને ગઇકાલે મોડી રાત્રે સેનામાં રહીને પાકિસ્તાનને ગુપ્ત માહીતી પહોચાડવાના કથિત આક્ષેપ સાથે ઝડપી લેવાયો છે. આ સૈનિક સોશ્યલ મીડીયા પર રચવામાં આવેલા હનીટ્રેપમાં ફસાઇને દેશનો ગદ્દાર બન્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. સુરક્ષાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઇકાલે અપાયેલી માહીતીમાં જણાવાયું છે કે ઇન્ફ્રન્ટ્રી બટાલીયનમાં કલાર્ક તરીકેની કામગીરી કરતાં ર૬ વર્ષીય હવાલદારને પાકિસ્તાનની મહત્વની માહીતી પહોચાડવા બદલ ઇન્ટેલીજીસ બ્યુરો, મિલ્ટ્રી ઇન્ટેલીજસ અને સ્થાનીક પોલીસે સંયુકત કાર્યવાહીમાં દબોચી લીધો હતો.
ગકાલે જેને પાકિસ્તાનના જાસુસ તરીકે પકડી લેવામાં આવ્યો હતો તે કલાર્ક ઘણાં લાંબા સમયથી સુરક્ષા દળોના રડારમાં હતો ફેસબુક પર પાકિસ્તાનની એક મહિલાએ આ કલાર્કને દોસ્ત બનાવી હનીટ્રેપ માં ફસાવી સેનાની ગુપ્ત માહીતી આપવા માટે વિવશ કરીને તેને ગદ્દાર બનાવી દીધો હતો.
સેના અને ખાસ કરીને શસ્ત્રદળોમાં કેટલીક ચોકકસ વિગતો અને આંકડાકીય માહીતી ઇન્ટરનેટ છતા સોશ્યલ નેટવર્કની વેબ સાઇટ ફેસબુક, ઓરફુટ અને ટવીટર જેવા માઘ્યમોમાં જાહેર કરવા પર પ્રતિબંધીત છે. પરંતુ છેલ્લા થોડા વષોમાં કેટલાક કિસ્સાઓમાં અગાઉ કેટલાક સૈનિકો હની ટ્રેપમાં ફસાઇને માહીતી લીક કરતાં પકડાઇ ચુકયા છે.
આવા સૈનિકોને પ્રથમ હનીટ્રેપમાં ફસાવવામાં આવે છે અને ત્યાર પછી બ્લેક મેઇલીંગ કરીને સેનાની ગુપ્ત માહીતીઓ દેશ વિરોધી પ્રવૃતિઓ અને ખાસ કરીને ભારતના કટ્ટર દુશ્મન ગણાતા પાકિસ્તાન દ્વારા મેળવવામાં આવે છે. મહુ કેમ્પમાં કલાર્ક તરીકે નોકરી કરતાં જવાનને ફેસબુક મિત્ર બનાવી એક મહિલાએ માયાજાળમાં છુપાવીને તેની પાસેથી મહત્વની માહીતી મેળવી હોવાનું સુરક્ષા દળોના અભ્યાસમાં બહાર આવ્યું છે.
અગાઉ ગ્રુપ કેપ્ટન અ‚ણ મારવા કે જે નવી દિલ્હીના વાયુદળના હેડકવાર્ટરમાં જોળન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી મહીનામાં અટકાયતમાં લેવાયો હતો. મારવા પણ આઇએસઆઇની એજન્ટ મહીલા સાથે ફેસબુક પર જોડાયો હતો. અને પછીથી મહીલાઓ મારવાને કેટલીક માહીતી માટે મારવાને બ્લેક મેઇલીંગ કરીને ડિફેન્સ સાઇબર એજન્સી, ડીફેન્સ પેસ એજન્સી અને સોશ્યલ ઓપરેશન ડીવીઝન ઉપરાંત ઇન્ડીયન એરફોર્સની વિગતો વોટએપ મારફતે મેળવી હતી.
ગઇકાલે પકડાયેલો જવાન પણ ફેસબુક પર પાકિસ્તાનની મહીલાના સંપર્કમાં આવ્યો હતો અને મહીલાઓ તેને બરાબર ડનીટ્રેપમાં ફસાવીને સેનાની મહત્વની માહીતીઓ મેળવવાનું શરુ કર્યુ હતું.