પંજાબના હોસિયાર પૂરના સિખ પરિવારમાં 15 માર્ચ 1983માં એક બાળકનો જન્મ થયો ત્યારે કોઈને વિચાર પણ ન હતો કે આ બાળક એક દિવસ યુવાનોના દિલમાં રાજ કરશે અને ‘યો યો હનિ સિંહ’ કહેવાશે. હનિ સિંહ નું સાચું નામ હિરદેશ સિંહ છે. હનિ સિંહના સંગીત કરિયરની રફતાર એટલી ઝડપથી વધી કે તેઓ ખુદ પણ આના માટે તૈયાર ન હતા.
હનિ સિંહે શરૂઆત પંજાબી ફિમોના સંગીતોથી થઈ હતી. પંજાબી ફિલ્મના સુપર સ્ટાર દિલજીત દોસાંઝાની ફિલ્મ ‘લાઇન ઓફ પંજાબ’ ના પ્રમોશન માટે હનિ સિંહના ટ્રેક વર્ષ 2011માં બીબીસી એશિયન ડાઉનલોડ ચાર્ટમાં પહેલા નંબરે આવ્યા હતા. આ ગીતનું નામ હતું ‘લક 28 કુડી દા’… ત્યારબાદ હનિ સિંહે પાછળ વાડીને જોયું ન હતું.
હાનિ સિંહને એક ગીત માટે મળ્યા હતા 70 લાખ રૂપિયા
હનિ સિંહ સફળતાની સીડી ચડી લેવાની શરૂ કરી હતી.ધીરે ધીરે બોલિવુડના ફિલ્મોમા પણ હનિ સિંહ ના ગીતો આવા લાગ્યા હતા. આ ઉપરાંત દિપીકા પાદુકોણ અને સૈફ અલી ખાન સ્ટાર્ટર ફિલ્મ ‘કોકટેલ’માં હની સિંહને મ્યુઝિક માટે 70 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જે અત્યાર સુધીની સૌથી અધિક રકમ હતી.
ત્યારબાદ થોડા સમય માટે હની સિંહ લુપ્ત થયા હતા. અને લગભગ તે 3વર્ષ માટે તે બૉલિવૂડ અને મીડિયાથી દૂર રહ્યા હતા. અને ત્યારબાદ હની સિંહે ધમાકેદાર મ્યુઝીક સાથે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેને એક પછી એક ધમાકેદાર ગીતો આપીને પોતાની કઈક અલગ જ ઓળખ ઊભી કરી હતી.
હની સિંહે હોટ ફેવરિટ ગીતો અપિયા હતા જેમાં ‘આજ બ્યુ હે પાની પાની’ , ‘વન બૉટલ ડાઉન’, ‘બ્લ્યુ આઇસ’, જેવા ધમાકેદાર ગીતો આપીને તેમણે બોલિવુડમાં વાપસી કરી હતી. હાલમાં હની સિંહ મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ અને લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,