સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરે એકત્રીસ પ્રતિભાઓને સન્માનીત કર્યા સ્નેહમિલન અને સંગીત સમારોહે સહુને મંત્રમુગ્ધ કર્યા
ઝરૂખે રહેલા દીવા અંદર અને બહાર બંને તરફ પ્રકાશિત કરે છે. સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં એવા વ્યકિતત્વો હોય છે જે પોતે સમૃધ્ધ થાય અને સાથે સાથે સમાજને પણ સમૃધ્ધ કરે. તેમનો કર્મયોગ સમાજ માટે સુખદ સંજોગો સર્જે છે. આ વ્યકિતત્વોનું સન્માન એ સમાજ માટે ગૌરવપૂર્ણ ઘટના છે આવી ઘટનાઓ અન્ય લોકો માટે આદર્શ બની રહેતી હોય છે. નવી પેઢીને માર્ગદર્શન મલે છે. જે તે વ્યકિતને તેમના ક્ષેત્રમાં વધુ સારી અભિવ્યકિત માટે પ્રોત્સાહન મળે છે તેવું આત્મીય ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સના સંવાહક પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતુ કે તેઓ શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલ સામાજીક પ્રતિભા સન્માન સમારોહમાં આશીર્વચન આપી રહ્યા હતા. આ સમારોહમાં જુદા જુદા ક્ષેત્રની એકત્રીસ જેટલી પ્રતિભાઓનું સન્માન કરવામા આવ્યું હતુ.
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર દ્વારા કરવામાં આવેલ સન્માનમાં જેમાં સનદી અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. આ અંગે વાત કરતા પ્રમુખ નલીન ઝવેરીએ જણાવ્યું હતુ કે, સમાજમાં એવી કેટલીયે પ્રતિભાઓ છે જેઓ વર્ષોથી પોતાના આગવા કાર્યો દ્વારા સમાજને સુવાસીત કરી રહી છે. સહુને આ સુગંધનું સરનામું મળે અને તેમનાં યોગદાન બદલ સમાજને કૃતજ્ઞતા વ્યકત કરવાની તક મળે એટલે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર દ્વારા આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સન્માનીત થનારા ઉચ્ચ અધિકારીઓમાં રાજકોટ જીલ્લા કલેકટર વિક્રાંત પાંડે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, આયકર આયુકત વિનોદકુમાર પાંડે, વિદેશ વ્યાપાર વિભાગના નિયામક સુવિધ શાહ, જીએસટીના કમિશ્નર મનીષકુમાર ચાવડા, પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર જે.જે. ગાંધી, એરપોર્ટના ડાયરેકટર બી.કે દાસ, અને ડીવીઝનલ રેલવે મેનેજર પી.બી. નીનાવેનો સમાવેશ થતો હતો.
વિવિધ ક્ષેત્રની જે પ્રતિભાઓને સન્માનીત કરવામાં આવી તેમાં વરિષ્ઠ સર્જન ડો.એસ.ટી. હેમાણી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન.એસ.ભટ્ટ ચાર્ટડ એકાઉન્ટન્ટ એમ.એમ. ઠકર, સ્ટ્રકચરલ ડીઝાઈનર સુરેશભાઈ સંઘવી, આર્કિટેકટ જવાહર મોરી, સંગીતકાર પંકજ ભટ્ટ તથા ક્રિકેટ મહેન્દ્ર રાજદેવનો સમાવેશ થતો હતો.
આ સન્માન સમારોહની સાથોસાથ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરનાં સભ્યોના પરિવારોનું સ્નહ મિલન અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મુંબઈથી ખાસ પધારેલ મોહનવીણા વાદક મનોજ પિંગલેએ સંગીતની સુરાવલીઓ દ્વારા સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.
સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે નલીન ઝવેરી, સંજય લાઠીયા, સ્મિત કનેરીયા, પ્રિવણભાઈ જસાણી, જીતેન્દ્ર ઘેટીયા, રાજેશ રાણપરીયા, જીતેન્દ્ર રવાણી, યશ રાઠોડ, જયસુખભાઈ આડેસરા, ગીરીશ ઠોસાણી, રાજેશ કુકડીયા, ફેનીલ મહેતા, રોનક નસીત, લક્ષ્મણભાઈ સાકરીયા, વિનુભાઈ વેકરીયા, સુરેશભાઈ હિરાણી, મેલ મહેતા, મૌતીક ત્રિવેદી ડો. ભાવેશ સચદે, અશ્ર્વીન લોઢીયા, હસુભાઈ કોટેચા, દેવેન્દ્રસિંહ જાડેજા અરવિંદ ભાઈ મારડીયા સંજય મહેતા હરેશ સોનપાલ મહેશ સોનપાલ, બીપીન ખોખાણી વાસુભાઈ લૂંધ, જીતુભાઈ પરમાર સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,