હોન્ડા કાર્સ ઇન્ડિયાએ પોતાની નવી ૨૦૧૭ હોન્ડા સીટી કારને લોન્ચ કરી અને તેના પછી હોન્ડા WR-V લોન્ચ કરી છે. બંને મોડલ્સને ગ્રાહકો તરફથી ખૂબ સારો રિસ્પોરન્સ મળી રહ્યો છે. કં૫નીએ જુલાઇ ૨૦૧૭માં સેલ્સ આંકડા ૨૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. હોન્ડાએ હમણા જ જૈજનું પ્રિવિલેઝ એડિશન લોન્ચ કર્યુ છે. જાપાની કાર મેકર કં૫ની ૨૦૧૭-૧૮માં કેટલીક નવી કાર્સ સાથે દસ્તક આપવાની તૈયારીમાં છે. તો જાણીએ હોન્ડાની કાઇ કાર્સ ભારતીય બજારોમાં લોન્ચ થવા જઇ રહી છે.
HONDA WR- V CVT :
ભારતમાં હોન્ડા WR-Vના સફળ લોન્ચ બાદ હોન્ડા ગ્રાહકો માટે ક્રોસ ઓવરનું CVT વેરિયન્ટ ભારતમાં લાવી શકે છે.WR-Vમાં 1.2 લીટર VTEC પેટ્રોલ એન્જિન લાગેલું છે. જે 89 bhpનો પાવર જનરેટ કરે છે. જ્યારે તેનું 1.5 લીટર I-DTECડીઝલ એન્જિન 99 bhpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. હોન્ડા 1.5લીટર I-VTEC પેટ્રોલ એન્જિનવાળુ દમદાર એન્જિન લગાવીને કારના CVTવેરિયન્ટને લોન્ચ કરી શકે છે.
HONDA CR – V 2017 :
આ નવી હોન્ડા કાર વર્ષના અંત સુધીમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેને ૨૦૧૬માં એન્ટ્રી કરી હતી.
આ ભારતની પહેલી કોમ્પેક્ટ SUVકાર્સમાંથી એક છે. નવી HONDA CR – Vમાં સિંગલ સ્ક્રીન સિસ્ટમ આપવામાં આવ્યું છે. ભારતમાં સૌથી જનરેશન HONDA CR – Vકાર બે એન્જિન સાથે આવી શકે છે. તેમ એક 2.0લિટર I-VTECએન્જિન હશે જે 154 bhp નો પાવર અને 190 NMટોક જનરેટ કરશે. સાથે જ તેનું એન્જિન 2.4લીટર I-VTECએન્જિન વેરિયન્ટ પણ આવશે. જે 187 bhpનો પાવર અને 226 NMટોર્ક જનરેટ કરશે.
HONDA HR-V :
ભારતીય બજારમાં SUVકારની વધતી માંગ વચ્ચે હોન્ડા પોતાની આ ગ્લોબલ SUVને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. હોન્ડા BR-U અને CR-Vની વચ્ચે સ્પેસ ભરવા માટે કંપની HONDA HR-Vને લોન્ચ કરશે. આ કારને હોન્ડા JAZZના પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ કારને 2018માં થનારા ઓટો એક્સપોમાં લોન્ચ કરાઇ શકાય છે.