જામનગર ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં દારૂ-જુગાર ઉપર પોલીસની સતત ધોંસ છે ત્યારે  જામનગર પાસેના નજીકના ચાલીસ જેટલા  ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતા  પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હાપામાં ચાલતા અડ્ડા ઉપર બે ફોજદારો તથા સ્ટાફે દરોડો પાડીને આરોપીને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે

પોલીસને બાતમી મળી હતી કે હાપામાં ચાંદની ચોકમાં  વરલી મટકાનો  અડ્ડો ચાલે છે જેથી પીએસઆઈ એચ. બી. ગોહીલ અને પ્રોબેશન પી.એસ.આઈ વૈશાલી આહીર તથા સ્ટાફના મેહુલભાઇ ગઢવી   અને અર્જુનભાઈએ દરોડો પાડીને અડ્ડો ચલાવતાં કનૈયાલાલ જમનાદાસ દેવાણી ની રોકડ અને મોબાઇલ મળી રૂપિયા ૨૮૩૦૦ નિર્માતા સાથે ધરપકડ કરીને  ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. તાજેતરમાં જ મોટા થાવરિયા માંથી ઘોડીપાસાના અડ્ડા ઉપર  દરોડો પાડી પી.એસ.આઈ ઓ ગોહિલ તથા  આહીર  તથા સ્ટાફે એક લાખના મુદ્દામાલ સાથે ખેલંદાઓને ઝડપી લીધા હતા.

ડિવિઝન ના સ્ટાફ દ્વારા દેશી દારૂના સતત કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમજ રાત્રી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે અને બાતમીદારોનું નેટવર્ક પણ તાજેતરમાં વધ્યું છે ગ્રામ્ય ડીવાયએસપી એચપી દોશીના માર્ગદર્શન હેઠળ ૪૦ જેટલા ગામડાઓને આવરી લેતાં આ પોલીસ સ્ટેશનની કામગીરી નો વ્યાપ વધતો જ રહે છે અને અનેક પ્રકારના નાના મોટા ગુનાઓ ડામવા સ્ટાફે સતત દૂર દૂર સુધી દોડતુ રહેવું પડે છે.

ડી.વાય.એસ.પી એડમીન સૈયદના  જણાવ્યા પ્રમાણે કાયદો-વ્યવસ્થા જાળવવા અને પોલીસની કામગીરી થી જાહેર જનતા વાકેફ થાય તે માટે ઝડપાતા આરોપીઓ અને નોંધાતા ગુનાઓની વિગતો નિયમિત જાહેર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.